Vishesh News »

વલસાડના સ્ટેડિયમ રોડ પર યુવકે યુવતીનો હાથ પકડી લઈ ધમકી આપતા ફરીયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી યુવતી શહેરની જાણીતી કપડાની દુકાનમાં નોકરીઍ જતી વખતે વલસાડના સ્ટેડિયમ રોડ પર વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં રહેતા ઍક તરફી પ્રેમમાં પડેલા યુવાને યુવતીનો પીછો કરી તું મારી સાથે ચાલ તું કેમ મારી સાથે બોલતી નથી, હું તને ખૂબ ચાહું છું. જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો હું તારા માતા-પિતાને અને તારા ભાઈને વલસાડમાં રહેવા નહીં દઉં ઍવી ધમકી આપતા પોલીસ મથકમાં યુવતીઍ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં તારા (નામ બદલ્યું છે) નામની યુવતી રહે છે. અને આ તારા વલસાડની જાણીતી ઍક કપડાની દુકાનમાં નોકરી કરે છે. ગત તારીખ ૨-૪-૨૦૨૪ના રોજ સવારે ૯ઃ૧૫ કલાકે તારા વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડમાં રહેતા દિવ્યેશ જયેશ નાયકા નામનો યુવાન બાઈક પર પીછો કરી રસ્તે જતી તારાને રોકી હાથ પકડી લીધો હતો. ‘તું’ મારી સાથે ચાલ, તુ કેમ મારી સાથે બોલતી નથી, હુ તને ખુબ ચાહુ છુ. જો તું મારી સાથે વાતચીત નહી કરે તો હુ તારા માતા-પિતાને અને તારા ભાઈને વલસાડમાં રહેવા નહી દઉ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઍક તરફી પ્રેમમાં પડેલા દિવ્યેશ નાયકા નામના ઇસમે તારાને જાનથી મારી નાખવાની ધમકી આપતા તારાઍ નોકરી છોડવી પડી હતી. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં તારાઍ આરોપી દિવ્યેશ જયેશભાઈ નાયકા રહે. ઈસ્ટ રેલવે યાર્ડ વલસાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.