Vishesh News »

અથાલ નજીક કન્ટેનર અડફેટે યુવતીનું ઘટનાસ્થળે મોત

સેલવાસ, તા. ૧૧ ઃ દાનહના નરોલી ગામની યુવતી ઍની મિત્ર સાથે મોપેડ પર સેલવાસ નોકરી પર આવી રહી હતી તે સમયે અથાલ નજીક કન્ટેનરના અડફટે આવી જતા ઍક યુવતીનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લઇ જવામા આવી હતી. પ્રા વિગત અનુસાર બુધવારે સવારે બનેલી આ ઘટનામાં જીનલ સુરેશભાઈ બારોટ ઉ.વ.૨૩ રહેવાસી નરોલી જે સેલવાસ ઇંડસલેન્ડ બેંકમા નોકરી કરે છે જે સવારે નોકરી પર જવા માટે મોપેડ નંબર ડીડી-૦૧-ડી-૦૩૭૫ પર ઍની બહેનપણી સાથે જઈ રહી હતી જેઓ અથાલ નજીક પહોચ્યા તે સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલ કન્ટેનર નંબર ઍમઍચ-૪૩-યુ-૪૭૫૧ના ચાલકે ટક્કર મારતા બન્ને યુવતીઓ મોપેડ સાથે નીચે પટકાયા હતા અને જીનલને માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને જિનલની મિત્રને પણ ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લઇ જવામા આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ પહોચી ગઈ હતી અને જીનલના પરિવારના સભ્યો પણ પહોચી ગયા હતા. પોલીસે કન્ટેનરનો કબ્જો લઇ અને ડ્રાઇવરની અટક કરવામા આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.