Vishesh News »

વલસાડનો ૧૫ વર્ષથી છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૧૧ઃ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનાનો વલસાડ સીટી પોલીસ મથકનો આરોપી ૧૫ વર્ષે સુરતમાંથી વલસાડ ઍલસીબીની ટીમે ઝડપી પાડી વલસાડ પોલીસને સોંપવામાં આપવામાં આવ્યો છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુથી વલસાડ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા કે, વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શનને સૂચનાથી વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે સુરત હીરાબાગ પાસે થી વલસાડ સીટી પોલીસ મથકનો વોન્ટેડ આરોપી જયંતિભાઇ ભીમજીભાઇ વેકરીયા ઉ.વ.૫૦ હાલ રહે.બી/૨૯, ચિત્રકુટ સોસાયટી, ડોકટર હાઉસ પાસે, હીરાબાગ, સુરત શહેર મુળ રહે. ફાટસર તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ નાઓને સુરત થી ધરપકડ કરી વલસાડ સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.