Vishesh News »

અબ્રામા હાઇવે પર ડી-માર્ટ મોલના સંચાલકો દ્વારા ખોદકામ કરતાં રહીશો વિફર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૨ ઃ વલસાડના અબ્રામા હાઇવે પર ડી માર્ટ મોલ દ્વારા હાઈવે માર્જિનની જગ્યામાં કબજો કરી બેરીકેટ લગાવવી હાઇવેનું બાજુમાં ખોદકામ કરતાં અબ્રામા વિસ્તારમાં રહીશોઍ ભારે વિરોધ કરતા પોલીસ દોડી જઈ કામગીરી અટકાવી હતી. ગ્રામજનોઍ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ડી માર્ટની કામગીરીને અટકાવવાની માંગણી કરી છે. વલસાડ અબ્રામા હાઇવેની બાજુમાં નવું બની રહેલો ડી માર્ટ મોલનું કામ જોર પર ચાલી રહ્નાં છે. છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ હાઇવે માર્જિનની જગ્યામાં કબજો કરી હવેલી જગ્યામાં રેલિંગ બેસાડી દઈ અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. હાઇવે પર સર્વિસ રોડ અને ડી માર્ટમાં જવાના રસ્તા અકસ્માત થવાનો ભય હોવાના કારણે આજરોજ સવારે અબ્રામા વિસ્તારના રહીશોઍ ડી માર્ટની કામગીરી અટકાવી ભારે વિરોધ કર્યો હતો. જે અંગેની જાણ થતા વલસાડ સીટી પોલીસની ટીમ દોડી ગઈ હતી. ડી માર્ટનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેમના ઍ જ મેરે હાઈવે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવી હોવાનું જણાવ્યું હતું. અબ્રામા હાઇવે પર ડી માર્ટની કામગીરી ના કારણે લોકોને થતી તકલીફ અંગે આજરોજ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ડીમાર્ટની કામગીરી અટકાવવા રજૂઆત કરી છે.