Vishesh News »

વાપીમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ ઃ વાપી પંથકમાં છેલ્લા બે દિવસથી ચૈત્ર માસના આંકરા તાપથી જનજીવન આકુળ વ્યાકુળ થઈ રહ્ના છે ત્યારે હવામાન વિભાગે વધુ ત્રણથી ચાર દિવસ ગરમીના આકરા મોજાની આગાહી કરાઈ રહી છે અને વાપીના રસ્તા ઉપર લુ વર્ષા જેવો માહોલ ઉભો થયો છે અને આજે ૪૧.૭ ડિગ્રીઍ સીઝનના સર્વાધિક તાપથી તપેલા વાપીમાં પારો વધી રહ્ના છે તો ખાસ કરીને બપોરે વાપી પંથકમાં રસ્તાઓ ગરમીની તીવ્ર અસરને લઇ સુમસામ બન્યા છે અને જનજીવન પર પડેલી મોટી અસર પણ જોવા મળી રહી છે આજના આ મધ્યાન સમયે ચામડી દઝાડતાં તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્ના છે તો ખાસ કરીને અનેક સ્થળે ઠંડા પાણીના પરબો અને લીંબુ શરબત તથા ઠંડા પીણાની દુકાનો પર ભરે લાઈન જોવા મળી રહી છે.