Vishesh News »

ડાંગમાં પણ કાળઝાળ ગરમી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૦ ઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કાળઝાળ ગરમીનાં પગલે જનજીવન,પશુઓ સહિત જંગલી પ્રાણીઓ ત્રસ્ત બની ઠંડક શોધી રહ્ના છે. ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે. તેવામાં ચાલુ વર્ષે આકરા તડકાઍ ઍપ્રિલનાં શરૂઆતમાં જ પાણીના સ્ત્રોત સુકવી નાખતા તમામ જીવોની સ્થિતિ કફોડીજનક બની છે. બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ૩૫ ડિગ્રી સેલ્શિયસ તાપમાન તો આહવા, વઘઇ, શામગહાન અને સુબિર પંથકમાં ૩૯ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયૂ હતુ. ડાંગ જિલ્લામાં અસહ્ના ગરમી અને ઉકળાટનાં પગલે બપોરનાં અરસામાં લોકોઍ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતુ. ગામડાનું જનજીવન ઝાડવાઓનાં છાંયડામાં આરામ ફરમાવી ઠંડક મેળવી હતી.જ્યારે પાલતુ પશુઓ પણ અસહ્ના ગરમીનાં પગલે ઝાડવા અથવા પાણીની ભેજવાળી જગ્યાઓ શોધી ઠંડક મેળવી હતી. ડાંગ જિલ્લામાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્ના છે. આ કાળઝાળ ગરમીનાં પગલે લુ લાગવાનાં બનાવો પણ જોવા મળી રહ્ના છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ડાંગી જનજીવન ઠંડા પીણા સહિત શીતળતાનો સહારો લઈ ગરમીમાંથી રાહત મેળવી રહ્ના છે. ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમીનાં પગલે બપોરનાં અરસામાં માર્ગો સુમસામ બન્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે બે દિવસની રજાઓને લઈને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ સાપુતારા ખાતે પણ કાળઝાળ ગરમીનાં પગલે પ્રવાસીઓઍ બપોરનાં સમયે બહાર નીકળવાનું ટાળ્યુ હતુ.