Vishesh News »

વલસાડ-બીલીમોરામાં ચેટી ચાંદની જયંતિ ઉજવાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ ઃ ચૈત્રી સુદ બીજનાં પવિત્ર દિવસે સિંધી સમાજજનો નવા વર્ષે ઇષ્ટદેવ ઝૂલેલાલ જયંતિની ઉજવણી કરે છે સિંધી સમાજનું નવ વર્ષ ઍટલે ચેટી ચાંદ નિમિત્તે વલસાડના કૈલાસ રોડ પર આવેલ ઝુલેલાલ ભગવાનની ૧૭૫મી જન્મ જયંતિની સિંધી સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શરબત અને પ્રસાદીની સેવા કરવામાં આવી હતી. વલસાડ તથા આજુબાજુ વિસ્તારમાં વસતા સિંધી સમાજનું આજરોજ નવું વર્ષ ઍટલે કે, ચેટીચાંદ શ્રી જુલેલાલ ભગવાનની ૧૦૭૫ મી જન્મ જયંતી સિંધી સમાજ દ્વારા વલસાડના કૈલાસ રોડ પર આવેલ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના મહારાજ જયકુમાર શર્મા, પ્રમુખ કિશોરભાઈ મૂલચંદાણી, ઉપપ્રમુખ ખેમાણીભાઈ તેમજ સેક્રેટરી કમલેશભાઈ અચરા અને પ્રેમભાઈ દ્વારા વલસાડમાં ઘણી જગ્યાઍ શરબતની તેમજ પ્રસાદની સેવા કરવામાં આવી હતી. સાંજે બહેરાણા સાહેબ બનાવી જ્યોત પ્રગટાવીને પૂજા ભજન કરી ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા કરી ઔરંગા પર વિસર્જન કરી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સોમનાથ રોડ ઉપર કોળી પટેલ સમાજવાડીમાં બુધવારે વહેલી સવારથી ભજન-કીર્તનમાં સેંકડો લોકોઍ ભાગ લીધો હતો. જે બાદ બુધવાર સાંજે સોમનાથ સિંધી ચાલથી ડીજે મ્યુઝિક ઉપર રેલાતા ભક્તિ સંગીત અને આયોલાલ ઝૂલેલાલનાં નાદ સાથે રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગીત સંગીતનાં તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. બુધવાર મોડી સાંજે અંબિકા નદી બંદરે શોભયાત્રા પહોંચી હતી. રાજમાર્ગો ઉપર સેંકડો લોકોઍ દર્શન, પ્રસાદનો લ્હાવો લીધો હતો.