Vishesh News »

જે પ્રદેશમાં કોઈ સાધુ પુરૂષનો નિવાસ હોય ઍને તીર્થ ઃ પૂ. મોરારી બાપુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લાના ધરમપુરના ખાંડાગામે ચાલી રહેલી રામ ચરિથ કથામાં ચૈત્ર નવરાત્રમાં ભગવતીની ઉપાસનાના દિવસો બ્રહ્માણી સૃષ્ટિનો પ્રથમ દિવસ ગઈકાલે હતો. આપણા સનાતન ધર્મનું નૂતન વર્ષ ઍવા પાવન દિવસોમાં પાવન હેતુથી આયોજિત આ નવ દિવસની રામકથાના બીજા ચરણમાં આ વિસ્તારમાં આપ સૌને આસ્થાના આજે જે કેન્દ્રો હોય ઍ સૌને દેવદેવીઓને પ્રણામ કરી પૂ. મોરારી બાપુઍ સૌને આવકાર્યા હતાં. અને માનસગંગામાં પવિત્ર સ્નાન કરાવતા ઍક સ્વયંસેવક યુવાનના પ્રશ્નના જવાબમાં પુ. મોરારી બાપુઍ તીર્થની સુંદર વ્યાખ્યા કરી હતી. તેમણે કહ્નાં કે જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય ઍને તીર્થ કહી શકાય. તથા જે પ્રદેશમાં કોઈ સાધુ પુરૂષનો નિવાસ હોય ઍને તીર્થ કહેવાય. જે પ્રદેશમાં સમાજની આસ્થા અને અનુરૂપ સનાતન ધર્મને વૈદિક પરંપરાનું કોઈ આસ્થા કેન્દ્ર છે તેને તીર્થ કહેવાય. તેમણે આજની કથામાં યજ્ઞની પણ તલસ્પર્શી વ્યાખ્યા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈ ભુખ્યો અતિથિ તમારે ત્યા ભોજન ગ્રહણ કરે તો ઍ પણ યજ્ઞ કહેવાય. ચોમાસામાં બીજ વાવો ઍ પણ યજ્ઞ છે. અહંકાર અોગળી જાય, બુદ્ધિ અને ચિત્ત પવિત્ર થાય ઍ યજ્ઞનો પ્રભાવ કહેવાય. તેમણે આજે કહ્નાં કે મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો મારા માટે ખાલી આદિવાસી નથી. આદિ તીર્થ હવે છો. તમારી જવાબદારી વધે છે. બીજા ક્યાંક આપણા યજ્ઞને ના બગાડી જાય ઍનું ધ્યાન રાખજો. આજે કથાના બીજા દિવસે સાક્ષર ભદ્રાયુભાઈ વછરાજાની લોકમંગલમ ટ્રસ્ટના નિલમભાઈ પટેલ વિશેષ હાજર રહ્નાં હતાં. તથા અનેક શ્રોતાઅો, મનોરથી પરિવાર પણ ઉપસ્થિત રહ્નાં હતાં.