Vishesh News »

પારડીના પરીક્ષા પહેલાં ગુમ થયેલ વિદ્યાર્થીને ગોવાથી મળ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૦ ઃ પારડીમાં રહેતા વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષાના આગલે દિવસે જ ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ પારડી પોલીસે સોશિયલ મિડીયાની મદદથી વિદ્યાર્થીને ગોવાથી શોધી કાઢ્યો હતો અને પોલીસને ગુમને શોધવામાં સફળતા મળી છે. વાપી થી ટ્રેન મારફતે ગોવા પહોંચી હોટલ માં નોકરી કરતો હતો. જ્યાં મોબાઈલમાં વાઇફાઇ કનેક્ટ કરી મિત્ર ને મેસેજ કરતા જાણ થઇ હતી પારડી પોલીસે યુવાનનો કબજો લઇ પરિવારને સોંપ્યો હતો પારડી નગરના શ્રીરામ ચોક સ્થિત ઍચડીઍફસી બેંક સામે રહેતા અને ધો-૧૨માં અભ્યાસ કરતો ૧૯ વર્ષીય મોક્ષ મેહુલભાઈ મોદીની ગત ૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ બોર્ડની પરીક્ષા હતી. ગત વર્ષે નાપાસ થતા ફરી આ વર્ષે પરીક્ષા આપવાનો હતો, ત્યારે મોક્ષ મોદી પરીક્ષા ના પૂર્વ સાંજે ઘરે થી નીકળી જઈ પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ અંગે પિતા મેહુલ મોદી ઍ પારડી પોલીસ મથકે પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પીઆઇ જી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ ઍઍસઆઇ ચંદુભાઈની ટીમે તપાસ કરતા વિદ્યાર્થી મોક્ષ મોદીને સોશિયલ મિડીયાની મદદથી ગોવાથી હેમખેમ શોધી પરિવાર ને સોંપતા આભાર વ્યક્ત કરતો હતો.