Vishesh News »

વલસાડ ડુપ્લીકેટ તેલ પ્રકરણના તમામ આરોપીને જામીન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ ફૂડ વિભાગ અને પોલીસ વલસાડ સીટી પોલીસની ટીમને સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલા પૂનમ ટી ડેપો ની દુકાન અને ગોડાઉનમાં પોલીસે તેમજ ઘનશ્યામ જનરલ સ્ટોર, ગીતા પ્રોવિઝન સ્ટોર, માધવ પ્રોવિઝન સ્ટોર, શ્યામ જનરલ સ્ટોરમાં છાપો મારતા ૧૭૦ અલગ-અલગ કંપનીના ડબ્બામાંથી તિરૂપતિના ૪૦ તેલના ડબ્બા ડુપ્લીકેટ પ્રકરણમાં ૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજરોજ સાંજે તમામ આરોપીઓને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા ફૂડ ઍન્ડ ડ્રગ્સની ટીમ વલસાડ સીટી પોલીસની ટીમ સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી પૂનમ ટી ડેપો નામની ઍજન્સી ખીમજી ભાનુશાલી રહે. નીલકંઠ રેસિડેન્સી તિથલ રોડ વલસાડ ની દુકાનમાં અને શાકભાજી માર્કેટમાં આવેલ ગોડાઉનમાં છાપો મારતા છાપો મારતા ૧૫૦ તિરુપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જો કે ફૂડ વિભાગની ટીમે તપાસ કરતા તિરુપતિના ૪૦ ડબ્બા ડુપ્લીકેટ તેલ મળી આવ્યું હતું. પોલીસ અને ફૂડ વિભાગની ટીને લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, માધવ સ્ટોર્સ, ગીતા સ્ટોર્સ, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર ઘરમાં છાપો મળતા ડુપ્લીકેટ તિરૂપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ૧૭૦ તેના ડબ્બામાંથી ૪૦ તેલના ડબ્બા ડુપ્લીકેટ ૧૭૦ તેલના ડબ્બા, ખાલી તેલના ડબ્બા પંચિંગ મશીન, સ્ટીકર, ઢાંકણ મળી કુલ ૩ લાખથી વધુ નો મુદ્દા માલ સાથે આરોપી ગીતા પ્રોવિઝન સ્ટોર માલિક પ્રેમજી કરસન ગજરા રહે. વૈકુંઠ સોસાયટી ફલેટ નંબર ઍ/૨૦૫ રામજી ટેકરા વલસાડ, માધવ પ્રોવિઝન જનરલ સ્ટોર માલિક અશોક શિવજીભાઈ ભાનુશાલી રહે સિવિલ રોડ કલાસીયા સ્ટેટ ઍપાર્ટમેન્ટ વલસાડ, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર માલિક અરજણભાઈ હરજીભાઈ ભાનુશાલી રહે. નીલકંઠ રેસિડેન્સી ફલેટ નંબર ૩૦૪, તિથલ રોડ વલસાડ પૂનમ ટી ડેપો માલિક અનિલભાઈ ખીમજીભાઇ ભાનુશાલી રહે. સી-૪૦૧ નીલકંઠ રેસિડેન્સી તિથલ રોડ વલસાડની ધરપકડ કરવામાં આવી હતી અને સાંજે ચાર ઍને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.