Vishesh News »

સાપુતારા ચેકપોસ્ટ પાસે ઍરગન સાથે પાંચ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૦ ઃ લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક ઍસ.જી.પાટીલ દ્વારા સરહદીય વિસ્તારમાં આવેલ તમામ ચેકપોસ્ટ સીલ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે.આજરોજ સાપુતારા ચેકપોસ્ટ પર સાયબર ક્રાઈમ સેલનાં પી.ઍસ.આઈ ઍલ.ઍમ ચૌધરીઍ સુપરવિઝન હાથ ધરી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.તે વેળાઍ સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન ઍક ઇનોવા કારમાંથી ઍરગન તથા ઍરગનના ગોળ આકારના છરા મળી આવ્યા હતા.ત્યારે કારમાં સવાર પાંચેય ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.તેમજ ઍરગન અને કાર સહિત કુલ ૧૦ લાખ કરતા વધુનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો.સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસો સાપુતારા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્ના હતા.તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઇનોવા ક્રિષ્ટા ગાડી રજી. નં. પ્ણ્-૦૨-ચ્ધ્-૭૪૩૪ આવતા પોલીસે સાઈડમાં ઉભી રાખી તપાસ કરી હતી.ત્યારે ગાડીમાંથી ઍરગન તથા ઍરગનના ગોળ આકારના છરા નંગ ૩૪ મળી આવ્યા હતા.ઇનોવા ગાડીમાં મળી આવેલ ઍરગનને લઈને પોલીસ સ્ટાફનાં માણસોઍ કારમાં સવાર ઇસમોને પૂછતા પાંચેય દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.જે બાદ પોલીસે કારમાં સવાર (૧)ભૂષણ બાજીરાવ શિંદે,(૨)સાગર કારભારી ધવંગે,(૩)રામદાસ રાજારામ સાયકર,(૪)ભરત નવનાથ શિંદે ,(૫)રૂપેશ અશોક પવાર (પાંચેય રહે.ચાંદવડ તા.ચાંદવડ જી.નાશિક મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. તેમજ ઍરગન જેની કિંમત રૂપિયા ૪૯,૯૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૧૦ લાખ ઍમ મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૪૯,૯૦૦/- નો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.