Vishesh News »

ડાંગમાં આખા ગામે રામલલાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે ‘નિર્જળા ઉપવાસ’ રાખ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૨૨ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સોનુનિયાગામના નિવાસીઓઍ અયોધ્યા ખાતે રામલલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવમાં કોઈ પણ પ્રકારની અનહોની ન બને અથવા કાર્યક્રમમાં કોઈ પણ અડચણો ન આવે તેના માટે તમામ ગ્રામજનોઍ ઍક દિવસીય નિર્જળા ઉપવાસ રાખ્યા હતા.ઍક હજારની વસ્તી ધરાવતું આ નાનકડુ ગામે ભગવાન શ્રીરામ સૌ કોઈનાં છે તે સાબિત કરી બતાવ્યુ છે.અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે સંપન્ન થાય તેના માટે ગામના પોલીસ પટેલ શિલ્યાભાઈ બી. ગાયકવાડ દ્વારા ગ્રામજનોઍ રાખેલ નિર્જળા ઉપવાસ માટે શુભેચ્છાઓ સાથે તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો.ડાંગ જિલ્લાનાં સોનુનિયા ગામ રામ નામના નાદ સાથે ગુંજ્યો.ગામનાં ખૂણે ખૂણે રામલલ્લાની પાલખી સાથે તમામ ગ્રામજનોઍ પોતાની આદિવાસી સંસ્કૃતિના વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય કરી પ્રભાત ફેરીમાં ભજન કિર્તનનું આયોજન સાથે ગ્રામ જનોઍ ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યુ હતુ.અને તમામ ગામ નિવાસીઓઍ પોતાના ઘર આંગણે જય શ્રી રામ નામની રંગોળી બનાવીને પ્રાણ પ્રતિષ્ઠાને સમર્પિત કરી હતી.૫૦૦ વર્ષ સુધી વાટ જોયેલ શ્રી રામ ભક્તોઍ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર પંથકમાં ભક્તિમય નાદ ગુંજાડ્યો.અંતે ગામ નિવાસીઓઍ પોતાના આદિવાસી મનોરંજનના સાધનોના તાલે ભક્તિમાં રંગાઈને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી.આ ઉજવણીના અંતે રામલલ્લાનાં નામનો ભોગ ધરાવેલ મહાપ્રસાદ લઈને તમામ ગ્રામજનો છૂટા પડ્યા હતા.