Vishesh News »

વલસાડમાં ડુપ્લીકેટ તીરુપતિના તેલનો રૂ. ૩ લાખનો જથ્થો ઝડપાયો ઃ પાંચ વેપારીઅો સામે કાર્યવાહી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૯ ઃ તિરૂપતિ તેલ કંપનીના મેનેજરે વલસાડ ફૂડ વિભાગ અને પોલીસ વલસાડ સીટી પોલીસની ટીમને સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલા પૂનમ ટી ડેપોની દુકાન અને ગોડાઉનમાં પોલીસે છાપો મારતા ૧૭૦ અલગ અલગ કંપનીના ડબ્બાના તેલમાંથી ૪૦ ડુપ્લીકેટ તિરૂપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે શાકભાજી માર્કેટમાં આવેલા અન્ય દુકાનોમાં ઘનશ્યામ જનરલ સ્ટોર, ગીતા પ્રોવિઝન સ્ટોર, માધવ પ્રોવિઝન સ્ટોર, શ્યામ જનરલ સ્ટોરમાં છાપો મારતા તિરૂપતિ કંપનીના અલગ અલગ કંપનીના ત્રણ લાખથી વધુના તેલનો જથ્થો જ કરી પાંચ આરોપી સામે પોલીસે તજવીજ હાથ ધરતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ શહેરની કેટલીક દુકાનોમાં ડુપ્લીકેટ તેલ વેચાતો હોવાની મળેલી માહિતી આધારે તિરૂપતિ તેલ મેનેજર ઍ આજરોજ વલસાડ જિલ્લા ફૂડ ઍન્ડ ડ્રગ્સની ટીમ વલસાડ સીટી પોલીસની ટીમ સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી પૂનમ ટી ડેપો નામની ઍજન્સી ખીમજી ભાનુશાલી રહે. નીલકંઠ રેસિડેન્સી તિથલ રોડ વલસાડની દુકાનમાં અને શાકભાજી માર્કેટમાં આવેલ ગોડાઉનમાં છાપો મારતા છાપો મારતા ૧૫૦ તિરુપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતાં. જો કે ફૂડ વિભાગનું ટીમે તપાસ કરતા તિરુપતિના ૪૦ ડબ્બા ડુપ્લીકેટ તેલ મળી આવ્યું હતું. જે બાદ પોલીસ અને ફૂડ વિભાગની ટીને લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર માલિક અરવિંદભાઈ, માધવ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અશોકભાઈ, ગીતા સ્ટોર્સ ધરાવતા શંકરભાઈ, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર ભીખુભાઈને ત્યાં છાપો મારતા પોલીસે ૨૦ જેટલા ડબ્બા ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા. ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર ચલાવતા ભીખુભાઈ પોતાની દુકાને સામાન લેવા આવતા અભણ-ગરીબ કે અન્ય લોકોને વજન તેમજ રૂપિયામાં ગોલમાલ કરતો હોવાની ચર્ચા ઉઠી હતી. ફૂડ વિભાગ પોલીસની ટીમે છાપો મારતા તિરુપતિના ૧૭૦ જેટલા તેલના ડબ્બા મળી આવ્યા હતા જોકે ફૂડ વિભાગની તપાસ કરતા તિરુપતિ તેલના ૪૦ જેટલા ડુપ્લીકેટ ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ૧૭૦ તેના ડબ્બા, ખાલી તેલના ડબ્બા પંચિંગ મશીન, સ્ટીકર, ઢાંકણ મળી કુલ રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપી સામે પોલીસે તજવીજ હાથ ધરતા ચકચાર મચી જવા પામી છે.