Vishesh News »

વલસાડ-ગુંદલાવ-ખેરગામના અધૂરા રસ્તા બાબતે લોકોમાં કચવાટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ખેરગામ, તા. ૦૯ ઃ છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ જ્યાં પણ ખાતમુહૂર્ત કર્યું તે કામોનું લોકાર્પણ પણ તેમણે કર્યું છે, જેથી મોદીની ગેરંટીની સર્વત્ર ચર્ચા થાય છે, પરંતુ ધારાસભ્યો સર્વ નરેશ પટેલ-ગણદેવી, અરવિંદ પટેલ -ધરમપુર, સાંસદ કે સી પટેલ- સી આર પાટિલના મતક્ષેત્રવાળા ૭૦૧ રાધોમાર્ગનુ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ કે જેમણે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુંદલાવ ખાતે વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ ૭૦૧ નું ૧૯.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું જે વાતને બેથી વધુ વર્ષના વહાણા વાઈ ગયા પણ હજુ નવસારી વલસાડ જિલ્લાને જોડતો અતિ વ્યસ્ત માર્ગ ખડખડધજ અધૂરો છે.જે કામ ઈજારદારે તા ૩૦/૯/૨૩ સુધીમાં પૂરું કરવાનું હતું. આમ ધારાસભ્ય ભરતભાઈની ગેરંટી ડબલ ઍન્જિન સરકારમાં પણ નિષ્ફળ ગઈ છે. જંગલ ખાતાની આડોડાઇના કારણે છેલ્લા સવા વરસથી ટલ્લે ચડેલા કામ માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની પણ મદદ લેવામાં આવી, તેમની હૈયા ધારણ પણ નિષ્ફળ ગઈ છે, ઍપ્રિલ-૨૪ સુધીમાં ઘણું કામ બાકી છે. ધમડાચી પાસે માત્ર ઍક ઝાડ કાપવાની વિધિ થયેલી છે, ૭૦૦ ઝાડવા કાપવાનું કામ મતદારોને મે પહેલા પૂરું થશે કે કેમ તે માટે શંકા ઉપજાવે છે. દર માસે બતાવવા પૂરતું થોડું થોડું કામ થયું છે. હાલમાં બે ગરનાળાનું કામ ચાલે છે- ધીમી ગતિઍ. હોળી પછી મજૂરો વતન ભેગા થયા હોય કે કેમ? સંપૂર્ણ કામ બંધ છે. જે ચોમાસા પહેલા પૂરું નહીં જ થાય ઍ અંગે પ્રજા શંકા વ્યક્ત કરે છે. ડબલ ઍન્જિન સરકારમાં અનેક રજૂઆતો છતાં તાલમેલના અભાવે ૪૦ ગામની જનતા અધૂરા ખખડધજ રસ્તાથી ભારે દુઃખી છે, સરપંચોની રજૂઆતો પણ ઍળે ગઈ હોય હવે પ્રજા- મતદારો પોતે જ જો ૭-મે સુધીમાં નવીનીકરણનું કામ અડધું પણ નહીં થાય ઍવુ જણાતા લોકો ચૂંટણીમાં મતદાન કરવા બાબતે અનિચ્છા દર્શાવી રહ્નાં હોવાનું પણ ચર્ચા સાંભળવા મળી રહી છે.