Vishesh News »

પૂ. મોરારી બાપુઍ સૌને ‘જાહાર’ કરી કહ્નાં, ‘મારી વ્યાસપીઠ તમને મળવા આવી છે’

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૯ ઃ મારા મનમાં ઍવો મનોરથ થયો કે હું આદિવાસી વિસ્તારમાં બને તો ૯૦ ટકા વર્ષે ઍકાદ વખત મારી પોથી લઈ આવવાની કોશિશ કરીશ ઍવા શબ્દો પૂ.મોરારી બાપુઍ ઉચ્ચારી ક્ષમાયાત્રાનું પહેલું પગલુ કચ્છમાં ભર્યું અને મારી આ રામ કથા ક્ષમાયાત્રાનું બીજું પગથયું છે, મારે સાત પગલાં ભરવા છે, કચ્છની પહેલી કથા અને ખાંડાની બીજી કથા ક્રમશઃ હવે આગળ વધશે ઍમ કહી આ વિસ્તાર ધીરેધીરે તીર્થ બની રહ્ના છે ઍમ જણાવ્યું હતું. ધરમપુરના ખાંડામાં શરૂ થયેલી પૂ.મોરારી બાપુની રામકથા અવસરે કથાના યજમાન અને મનોરથી  જગદીશભાઈ, વીણાબેન પટેલ તથા મહેશભાઈ, કિન્નરી અને પરીવાર ના નિવાસ સ્થાન ગાંવીત ફળીયાથી કથા સ્થળ સુધીની ભવ્ય પોથીયાત્રામાં લોકો જોડાયા હતા. કથાના પ્રથમ દિવસે મોરારી બાપુનું સ્વાગત ધરમપુરના ભાગવત ઉપાસક આશિષભાઈ વ્યાસ સરપંચ જેશીંગભાઈ, ગ્રામજનો, આગેવાનો, પી.પી.સ્વામીઍ કર્યુ હતું. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી વતી આત્માર્પિત પરાગજી, આત્માર્પિત કોઠારીજી અને ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણીઍ વ્યાસપીઠને વંદન કર્યું હતું. યજમાન પરિવાર તરફથી મહેશભાઈઍ કથા માટે નિમિત્ત બનાવવા માટે અંતરનો રાજીપો વ્યકત કર્યો હતો. કથા આયોજનમાં સેવા આપી રહેલા રામભાઈ પઢેરે બાપુનું કથા માટે દરેકના હૃદયમાં આનંદ છે ઍમ કહી ધરમપુર વિસ્તાર વતી સૌનું સ્વાગત કર્યુ હતું. પૂ.મોરારી બાપુઍ સૌને જોહાર કરું છું ઍમ કહી મારી વ્યાસપીઠ તમને જોવા આવી છે મળવા આવી છે તમને રામ રામ કહેવા આવી છે ઍમ કહી આ તીર્થની યાત્રા કરવા વર્ષમાં ઍક કથા ૯૦ ટકા કરવા જણાવી સ્થાનીક શ્રોતાઓને આગળ વચ્ચે બેસાડવાની વ્યવસ્થા કરવા કહી હિન્દુ સમાજ સનાતન વૈદિક પરંપરાનું નવું વર્ષ આજથી શરૂ થાય અને બ્રહ્માઍ જ્યારે સૃષ્ટીનું સર્જન કર્યું ઍ આ દિવસે કર્યું ઍમ જણાવી કથાનું નામ માનસ સંવતસર રાખ્યું હોવાનું કહ્નાં હતું. વધુમાં બાપુઍ શ્રોતાઓને ફલાવર્સ કહું છું અને હવે શાંત પારેવા કહેવાનું શરૂ કર્યું છે. ઍમ જણાવી નવ દિવસ તમને ચણ નાખવા આવ્યો છું તમને ગમે ઍવા દાણા ચણી લેજો ઍવા આશીર્વચન આપ્યા હતાં. કથાના પ્રથમ દિવસે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા, બારડોલી સ્વરાજ આશ્રમના ડો. પ્રજ્ઞા ક્લાર્થી તથા ભાગવત કથાકાર પંકજભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, બટુકભાઈ વ્યાસ, ભાવેશભાઈ ભીંડે, પ્રદ્યુમ્ન વ્યાસ ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.