Vishesh News »

પારનેરામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભાવિકોની દર્શન માટે કતાર લાગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૯ ઃ આજથી ચૈત્રી નોરતા શરૂ થતા માતાજીના ભક્તોઍ વહેલી સવારથી જ પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરો તેમજ આજુબાજુ આવેલા અંબામાતા મંદિરે દર્શન કરવા માટે લાઈનો જોવા મળી હતી. તો બીજી તરફ મરાઠી સમાજના ગુડીપડવો તહેવાર હોવાથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પોતાના ઘરે ગુડી પડવાની પૂજા કરવામાં આવી હતી. આજથી ચૈત્રી નોરતા શરૂ હતા ને સાથે જ માતાજીના ભક્તો વહેલી સવારથી વલસાડ નજીકના પારનેરાગામે પારનેરા ડુંગર પર વીરાજેલા ચંદ્રિકા અંબિકા નવદુર્ગા અને કાળીકા માતાજીના મંદિરે ચૈત્રી પ્રથમ નોરતે વહેલી સવારથી જ ભક્તો પગપાળા ડુંગર પર ચડી માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. માતાજીને ભક્તોઍ સોળ શણગાર અને ચૂંદડી, શ્રીફળ તેમજ પૂજાપો અર્પણ કર્યો હતો. કેટલાક ભક્તો પાનેરા ડુંગર પર પગપાળા ગયા હતા. તો વલસાડના મોટા બજારમાં આવેલા પૌરાણિક ઍવા અંબામાતા મંદિરે સવારથી જ ભક્તોઍ પૂજાપો ચડાવ્યો હતો. ઍમ કહેવાય છે કે ચૈત્રી નોરતામાં લીમડાનો રસ પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક હોવાથી મોટી સંખ્યામાં લોકોઍ લીમડાનો રસ પીધો હતો. આજે તો બીજી તરફ આજરોજ મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ હોવાથી વહેલી સવારે નવા વસ્ત્રો પહેરી ઘરના દરવાજા આગળ ગુડીપડવોની પૂજા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઍકબીજાને ભેટી શુભેચ્છા પાઠવી હતી.