Vishesh News »

ગુંજન હાઈવે અોવરબ્રીજ પર ટ્રક પલ્ટી ઃ ટ્રાફિકજામ થયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૯ ઃ સુરત થી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાપી કોપરલી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર રાત્રે ૮ઃ૩૦ કલાકે ઍક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ. ટ્રક પલટી મારી જતા ભારે ટ્રાફિકની સમસ્યા હાઇવે ઉપર સર્જાઇ હતી. જોકે તાત્કાલિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લેવાય હતી. પ્રા માહિતી મુજબ આજે રાત્રે ૮ઃ૩૦ કલાકે સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાપી કોપરલી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર ઍક ટ્રક ચાલકે તેના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા આ ટ્રક હાઇવે માર્ગની વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઇડર સાથે અથડાઈ હતી અને પલટી મારી જતા ચાલક તથા ક્લીનરને ગંભીર ઈજા થવા પામી હતી. સાથે આ માર્ગ ઉપર અકસ્માતને કારણે ભરે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી અને લગભગ ઍક કિલોમીટરથી વધુ બંને બાજુ વહનોની લાંબી લાંબી લાઈન જોવા મળી હતી. જો કે તાત્કાલિક ટ્રાફિક પોલીસ તેમજ ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પહોંચ્યા હતાં.