Vishesh News »

વાપીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભાવિકોની દર્શન માટે કતાર લાગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૯ ઃ વાપી પંથકમાં આવેલ માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં જ ભક્તોની ભારે ભીડ જોવા મળી મોટાભાગના માતાજીના મંદિરો શણગારી લેવાયા હતાં. પ્રા વિગત મુજબ આજથી શરૂ થયેલા ચૈત્ર નવરાત્રીની શરૂઆત થતા જ વાપી જીઆઇડીસી કોપરલી રોડ ઉપર આવેલ શ્રી અંબેમાતા મંદિર તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં આવેલ વિવિધ માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો સાંજે મહા આરતી દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉપસ્થિત રહ્ના હતાં. તેવી જ રીતે વાપી નજીકના ચલાને ડાભેલ ખાતે આવેલ ડુંગર ઉપર હિંગરાજ માતાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન યજ્ઞનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અહીં વહેલી સવારથી મોડી રાત્રે સુધી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉપસ્થિત રહે છે. જે હાલમાં આસ્થાનું મોટું કેન્દ્ર પણ બન્યું છે.