Vishesh News »

વલવાડાથી યુવાને વિદ્યાર્થીનીના ફોટા ઈન્ટાગ્રામમાં વાયરલ કરતાં ધરપકડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૯ ઃ ચીખલી તાલુકાના રાનકુવા વિસ્તારમાં રહેતી ઍક વિદ્યાર્થીની ના ફોટા મહુવાના વલવાડા ખાતે રહેતા ઍક યુવાને ખોટી આઇડી બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરતા જે બનાવ અંગે ચીખલી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ચીખલી પોલીસે પાંચ છ મહિના બાદ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનકુવા વિસ્તારમાં રહેતી ઍક વિદ્યાર્થીનીઍ પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યા હતા જે ફોટા મહુવા તાલુકાના વલવાડા ગામના ભગત ફળીયા ખાતે રહેતો વિજય બીપીન ધોડીયા પટેલ ઉ.વ. ૩૩ જે મજૂરી કામ કરતો હોય જેણે આ વિદ્યાર્થીના ફોટા ખુશ્બુ પટેલ નામની ખોટી આઈડી બનાવી જેના ઉપર વાયરલ કરતા આ વિદ્યાર્થીનીઍ ચીખલી પોલીસ મથકમાં પાંચ મહિના અગાઉ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી જે બનાવ સંદર્ભે ચીખલી પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને વલવાડા ભગત ફળિયા ખાતેથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી જે બનાવ અંગેની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.