Vishesh News »

ચીખલી પોલીસે વિવિધ ગુનાના ૩૦૦થી વધુ આરોપીઅોના જામીન લેવડાવ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૯ ઃ આગામી લોકસભા ૨૦૨૪ની ચૂંટણી યોજાવાની હોય ત્યારે ચીખલી પોલીસ વિભાગ દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષથી વિવિધ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સામે ફરીથી જાહેરનામા નો ભંગ ન કરે તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જામીન લેવડાવામાં આવી રહ્ના છે. ચીખલી તાલુકામાં લોકસભાની ચૂંટણી શાંતિમયી વાતાવરણમાં યોજાય તે માટે છેલ્લા બે ત્રણ વર્ષમાં વિવિધ ગુના હેઠળ નોંધાયેલા આરોપીઓ સામે જાહેરનામનો ભંગ ન કરે તે માટે આરોપીઓ સામે ૧૦૭ અને ૧૫૧ ની કલમ હેઠળ ગુનો નોંધી જામીન લેવડાવવામાં આવી રહ્ના છે. જેના કારણે આરોપીઓ દ્વારા ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન કરે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ચીખલી પોલીસે અત્યાર સુધીમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા ૩૦૦ થી વધુ જેટલા આરોપીઓ સામે ચીખલી પોલીસ દ્વારા જામીન લેવડાવામાં આવ્યા છે.