Vishesh News »

વાપીમાં ગરમીની સાથે શાકભાજીના ભાવો પણ આસમાને જઈ રહ્નાં છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ વાપીના શાકભાજી માર્કેટમાં ઉનાળાની કાળજાળ ગરમી શરૂ થતા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્ના છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને તેઓની હાલત કફોડી બની રહી છે. જ્યારે રસોડામાંથી શાકભાજી ગાયબ થઈ કઠોળની વાનગીઓ બનાવી બજેટ સળભળ કરાઈ રહ્નાં છે. પ્રા વિગત મુજબ સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગરમીની શરૂઆત થતા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના હોલસેલ તથા છુટક શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવો સતત વધીને બમણા થઈ રહ્ના છે અને જે શાકભાજી પહેલા ૩૦ થી ૮૦ રૂપિયાના ભાવે કિલો મળતી હતી જે શાકભાજી હવે ૧૦૦ થી ૨૦૦ રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહી છે. આમ શાકભાજીના ભાવોમાં સતત વધારો થઈ રહ્ના છે. જેને કારણે હવે ખાસ કરીને રસોડામાંથી શાકભાજીના ભાવો વધતા જ ગૃહિણીઓના રસોડામાંથી શાકભાજી ગાયબ થઈ રહી છે અને કઠોળ બનાવી પોતાનું બજેટ સર્ભર કરાઈ રહ્નાં છે જે અંગે વાપીની મુખ્ય હોલસેલ શાકભાજી માર્કેટના પ્રમુખ મુકેશ તિવારીના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીની શરૂઆત થતાં જ શાકભાજીનો જથ્થો બજારમાં ઓછો આવતો હોવાથી અને ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી પણ ઓછી આવતા ભાવ વધારો થઈ રહ્ના છે. પરંતુ વરસાદની શરૂઆત થતા જ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે તે ઓછો થવાની શક્યતા થશે. જ્યારે છૂટક શાકભાજીનું વેચાણ કરતા વેપારીના જણાવ્યા મુજબ હાલમાં મહારાષ્ટ્રના નાસિક તેમજ જવાહર વિસ્તારમાંથી આવતી શાકભાજી ખૂબ જ ઓછી માત્રામાં આવતી હોવાથી શાકભાજીનો જથ્થો બજારમાં ઓછો હોવાથી ભાવો વધી જવા પામ્યા હોવાનું જણાવ્યું છે.