Vishesh News »

ચૂંટણી ટાંણે સ્કવોર્ડથી રાજકીય પક્ષો કાબુમાં જણાઈ રહ્નાં છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ આગામી લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં અને વાપી પંથકમાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવા માટે ચૂંટણી તંત્ર સક્રિય બન્યું અને વાપી પંથકમાં સ્કવોર્ડની ટીમો ફરતી થઈ જેને લઇ ઍક સાથે વધુ રોકડ રકમ લઈને ફરતા તેમજ બેફામ રાજકીય પક્ષના બેનર ગમે તેમ લગાવનારા ઉપર અંકુશ આવી રહ્ના છે. પ્રા વિગત મુજબ અગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર દેશમાં કેટલાક તબક્કાઓમાં યોજાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં તા. ૭-૫-૨૦૨૪ના રોજ મતદાન અંગેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે સાથે અનેક વિસ્તારોમાં લોકો રોકડ મોટી માત્રામાં સાથે રાખી શકે નહીં જે અંગેની ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે સાથે આચાર સહિતા નું પાલન સમગ્ર વલસાડ જિલ્લામાં કરવામાં આવે જે અંગે સ્ટેટિક પણ તેના કરવામાં આવી છે અને ફલાઈંગ સ્કવોડની ટીમ પણ તેના કરાય છે ત્યારે વાપી ટાઉન, વાપી જીઆઇડીસી અને વાપી તાલુકાના ગામડાઓમાં પણ આ ટીમો ફરી રહી છે. જ્યારે આ ફલાઈંગ સ્કવોડ ની ટીમો ખાનગી તેમજ સરકારી વાહનોમાં ફરતી જોવા મળી રહી છે. જેઓ આચાર સંહિતાનું પાલન પણ કરાવતી જોવા મળી રહી છે અને તેઓ અનેક સ્થળે વિવાદાસ્પદ બેનરોનું વિડીયોગ્રાફી પણ કરતી જોવા મળી રહી છે.