Vishesh News »

વલસાડમાં કર્કશ ધ્વનિ પ્રદુષણ ફેલાવતી ૧૫ બુલેટ જ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૭ ઃ વલસાડ શહેરમાં રાત્રિના સમયે બુલેટ ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા ૧૫ થી વધુ બુલેટ ચાલકો વિરુદ્ધ વલસાડ સીટી પોલીસે દંડનીય કાર્યવાહી કરતા સાઇલેન્સર લગાવી મોટા અવાજે બુલેટ હંકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બુલેટ સહિત અન્ય બાઈકોમાં સાયલેન્સર મોડીફાઇડ મોટા અવાજે લઈ જતા હોવા અંગે વલસાડ સીટી પોલીસને મળેલી ફરિયાદ વધારે પોલીસે બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. બુલેટમાં સાઇલેન્સર સાથે ચેડા કરવામાં આવે છે અને તેના કારણે વધારે અવાજ નીકળે છે, જેને લઇને અનેક ફરિયાદો આવતા વલસાડ પોલીસ ઍક્શન મોડમાં આવી હતી. ગઈકાલે રાત્રે નવ વાગ્યે વલસાડ સીટી પોલીસના પી.ઍસ.આઇ. અને ડી સ્ટાફ તથા ટ્રાફિક જવાનો દ્વારા વલસાડ શહેરના હાલર ચાર રસ્તા તથા તિથલ રોડ ઉપર આવેલ અમરધામ સોસાયટી પાસે ઍક સ્પેશિયલ ચેકિંગ અંતર્ગત મોડીફાઇડ કરેલા સાઇલેન્સર લગાવી વાહન હંકારતા વાહન ચાલકોને પોલીસે અટકાવી ૧૫ જેટલા બુલેટ ચાલકો અટકાયત કરી દંડનીય કાર્યવાહી તથા વાહન ડિટેન કરતા સાઇલેન્સર લગાવી વાહન હંકારતા બાઈક ચાલકોમાં વપરાટ ફેલાઈ જવા પામ્યો છે.