Vishesh News »

સરીગામ જીઆઇડીસી પાસે મેડિકલ વેસ્ટ ઠલવાતા ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૭ ઃ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી અને અડીને આવેલા ગામડાઓમાં કેમિકલ વેસ્ટ ઠાલવવા અંગે અગાઉ પણ વારંવાર ફરિયાદો મળી હતી આજરોજ સરીગામ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ટેબલટ ઠાલવી દેવાતા ખળભળાટ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી અનુસાર માહિતી મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી વિસ્તારનાં પાગીપાડા નહેર નજીક મેડિકલ ટેબલેટ વેસ્ટની ગુણીઓ ફેંકવાની ઘટના બની પામી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગામજનો દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટના સરીગામ અને પાંગીપાડાનાં જાગૃતિ નાગરીક ક્રિષ્ણા રાઠોડ દ્વારા સરીગામ જીપીસીપીના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. સરીગામ જીપીસીપીના અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચી તેની તપાસનો દોર શરૂ કર્યો મેડિકલ ટેબ્લેટ વેસ્ટ ઍકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્યારે અન્ય પડેલો મેડિકલ વેસ્ટને નિસ્ત નાબૂદ કરવા માટે સરીગામ ણૂફૂદ્દષ્ટ ખાતે પહોચાડવામાં આવ્યો, જીપીસીપી આવા કૃત્યો કરનાર પર તપાસ કરી કોઈ ઉદાહરણરૂપ કાર્યવાહી કરે ઍવી લોકો માંગ કરી રહ્ના છે.