Vishesh News »

હવે, વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના બે પૂતળાના દહનની ચર્ચા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ- ડાંગ લોકસભા બેઠક પર બીજેપીના ઉમેદવારને હટાવવા માટે ભાજપના નારાજ કાર્યકર્તાઓઍ લેટર બોમ પોસ્ટર બાદ ભાજપી ઉમેદવાર ધવલ પટેલના પૂતળા દહનનો કાર્યક્રમ અંતરીયાળ વિસ્તારમાં કરવામાં આવતા સમગ્ર વલસાડ-ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.ભાજપી ઉમેદવાર ધવલ પટેલનું નામ જાહેર થયું ત્યારથી તેમનો વિરોધ ઉભો કરાઈ રહ્ના છે. વલસાડ ડાંગ બેઠકના ભાજપી ઉમેદવાર ધવલ પટેલને હટાવવા માટે સાત સાત વખત નનામું લેટર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જિલ્લામાં સખત વિરોધ થઈ રહ્ના હતો. ધવલ પટેલને હટાવવામાં નહીં આવશે તો ભાજપે ભોગવવાનું રહેશે. વલસાડ- ડાંગ બેઠકના ઉમેદવાર ને હટાવવા માટે વિરોધીઓઍ ઍડી ચોટીનું જોર લગાવ્યું છે પણ ઍની કોઈ અસર ન દેખાતા હવે ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા અંતરિયાળ વિસ્તારમાં ધવલ પટેલના બબ્બે પૂતળાનું દહન કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.