Vishesh News »

ઉમરગામ પંથકમાં પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે અનેક કાર્યક્રમોની વણઝાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૨ ઃ ઉમરગામ તાલુકામાં રામ ભક્તો દ્વારા પ્રભુ શ્રીરામના અયોધ્યામાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સોળસુંબા અંબાજી મંદિર ખાતે હવન તથા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. દહાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં જ્ઞાન કેન્દ્ર સ્કૂલ બજરંગ દળ તથા આરઍસઍસ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. બાળકો પ્રભુ શ્રીરામ લક્ષ્મણ અને સીતાના રૂપમાં રાત ઉપર બિરાજમાન થઈ લોકોને સાક્ષાતકાર કરાવી રહ્ના હતા. શોભાયાત્રામાં જય માતાજી સેવા સંઘના સ્થાપક પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ તથા મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. ઉમરગામ માછી મંદિર ખાતે અખંડ રામધૂનમાં સ્થાનિક રામ ભક્તો ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકર, પૂર્વ ભાજપ મહામંત્રી રામદાસભાઈ, નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી, માછી સમાજ પ્રમુખ રોહિતભાઈ, આગેવાન વિનયભાઈ અપૂર્વભાઈ વગેરે મહાનુભાવો ઍ પ્રભુ શ્રીરામના દર્શન કરી ભક્તોને પાવન પ્રસંગે શુભકામના પાઠવી હતી. અકરા મારુતિ મંદિર ખાતે ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતીક કલગામ સ્થિત રાયણીવાલા હનુમાન મંદિર ખાતે ગામે ગામથી રામ ભક્તો શોભાયાત્રાલઇ આવી પહોંચ્યા હતા. જય શ્રી રામના નાદ થી માહોલ ગુંજી ઉઠ્યો હતો. ધ્વજા આરોહણ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હજારોની સંખ્યામાં રામ ભક્તોઍ લાભ લીધો હતો. ભીલાડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાર સેવકોનું સન્માન કરાયું હતું.