Vishesh News »

પારડીમાં પુસ્તક પરબનો બીજા વાર્ષિકોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૭ ઃ વર્તમાન સમયમાં નવી પેઢીને પુસ્તક વાંચન તરફ અને માતૃભાષા માટે જાગ્રત અને પ્રેરિત કરવાના ઉમદા હેતુથી ગુજરાતના અનેક નગરોમાં પ્રતિમાસ પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તક પરબ યોજાય છે. વલસાડ જિલ્લાના હ્લદય સમાન કિલ્લા પારડી નગરમાં પણ સાહિત્ય રસિકને માતૃભાષા પ્રેમીઓ દ્વારા વિવિધ વિષયોના ૨૦૦૦ થી ૨૫૦૦ પુસ્તકો સાથે છેલ્લા બે વર્ષથી પુસ્તક પરબ મંડાય છે. આ પુસ્તક પરબ કિલ્લા પારડીના દ્વિતીય વાર્ષિકોત્સવ - પુસ્તક પ્રેમી વાચકો અને પુસ્તક પરબનાં સ્વયંસેવકોના સન્માન સમારંભ ધીરુભાઈ સત્સંગ હોલ પાલડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પૂ. કપિલ સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ પૂ. રામ સ્વામી, રમેશભાઈ ચાંપાનેરી હાસ્ય કલાકાર મેહુલ મહેતા પ્રા. સંસ્કૃત મહાવિદ્યાલય સ્વાધ્યાય મંડળ પદ્માક્ષીબેન પટેલ લેખિકા, શિક્ષિકા ઉપસ્થિતિ રહી હતા. પારડી પુસ્તક પરબના સંયોજક અને જેમના મનમાં પારડી ખાતે પુસ્તક તરફ શરૂ કરવાનો વિચાર આવ્યો ઍવા કિંજલબેન પંડયાઍ પુસ્તક પરબ થકી બે વર્ષમાં પોતાને થયેલ અનુભવ અને મળેલ સહકાર અંગે સંક્ષિ ચિતાર આપ્યો હતો. ધર્મેશભાઈ મોદીઍ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. લેખિકા પદ્માક્ષી બેન પટેલ ઍ પુસ્તક કઈ રીતે જીવન બદલી શકે છે તે અંગે ખુબ સુંદર વક્તવ્ય રજૂ કર્યુ હતું. હાસ્ય કલાકાર રમેશભાઈ ચાંપાનેરીઍ પોતાની આગવી શૈલીમાં રજૂ કરેલા વક્તવ્યથી સમગ્ર સભાગાર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. મેહુલભાઈ મહેતા દ્વારા પુસ્તકની વાચા આપતું પ્રવચન રજૂ થયું હતું. પૂ. કપિલ સ્વામી દ્વારા પ્રથમ પુસ્તક રચયિતા વેદ વ્યાસજીને યાદ કરી પુસ્તકનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. પુસ્તક પરબના પુસ્તકો વાંચન અંગેનો પ્રતિભાવ વાચક ચંદ્રવદન પટેલે રજૂ કર્યો હતો. પુસ્તક પરબમાં સેવા આપતા વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ થયા હતા તમામ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ વાચકોનું પણ પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા પુસ્તક પરબની ટીમનું વિશેશ સન્માન કરવામાં આવ્યું હતું. પુસ્તક પરબ માટે કાયમી જગ્યા આપનાર ધીરુભાઈ સત્સંગ હોલના માલિક વિનોદભાઈ દેસાઈનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ અશોક ક્રિષ્નાની ઍ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રાયચાઍ ઍક સૂત્રે કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાચકો તથા સંસ્કૃત વિદ્યાલયના ઋષિ કુમારો, વરિષ્ઠ નાગરિક મંડળના સભ્યો તથા પારડી શહેરના આગેવાનો અને વાચકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષમાં પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ખુલ્લુ મુકાય છે અને બે વર્ષમાં આ પુસ્તક પરબના ૫૦૦૦ જેટલા પુસ્તકોને વાચકો મળ્યા છે. તે આ પુસ્તક પરબની સફળતા છે. ભવિષ્યમાં આ પુસ્તક પરબમાં ૫૦૦૦ પુસ્તકો હોય અને વધુમાં વધુ વાચકો તેનો લાભ લઈ શકે તેવા સંકલ્પ પણ પુસ્તક પરબની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. પુસ્તક પરબની આ સેવાને પ્રોત્સાહિત કરવા કેટલાક દાતાઓ દ્વારા પુસ્તકો રાખવા માટે કબાટ તથા અન્ય વ્યવસ્થા માટે દાનની પણ જાહેરાત કરી હતી.