Vishesh News »

ડુંગરામાં ઈફતાર પાર્ટી યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્ના છે. ત્યારે રોજેદારોને ઇફતાર કરાવવા વાપીના ડુંગરામાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ થી વધુ રોજેદારોને રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી પ્રધાન કનુભાઈ દેસાઈ, વીઆઈઍ અને વાપી શહેર ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ વાપી નગરપાલિકાના માજી પ્રમુખ પરેશભાઈ દેસાઈ દર્પણભાઈ દેસાઈ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોઍ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી. વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી મોહમદ ઈશા (બબલુભાઈ), કલીમ ભાઈ, દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રાજ્યના નાંણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ ઉપસ્થિત રહી સૌને ઇફતારી કરાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નાણાપ્રધાન કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો ઍવો જિલ્લો છે. જ્યાં કોમી ઍકતા, કોમી સમરસતા હંમેશા જળવાઈ રહી છે. આ કાર્યક્રમનું આયોજન ડુંગરા વિસ્તારમાં રહેતા અને રાજકીય આગેવાન મોહમ્મદ ઈશા અને કલીમભાઈ તથા તેના સાથીદારો દ્વારા કરાયું હતું.