Vishesh News »

વલસાડ સરકારી વસાહતમાં મારામારી અંગે ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરકારી વસાહત વર્ગ ત્રણ અને વર્ગ-૪ કોલોની માં રહે છે. છેલ્લા કેટલાક વખતથી આ કોલોનીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાત્રે દારૂની મહેફિલ, લુખ્ખા-ગીરી કરી કોલોનીમાં રહેતા રહીશોને માનસિક ત્રાસ આપી રહ્ના હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગઈકાલે રાત્રે કોલોનીમાં રહેતા અને પારડી મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજુભા હરિસિંહ રાઠોડ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે પોતાના મિત્ર જયદીપ પ્રજાપતિ અને તેની અઢી વર્ષની દીકરી તેમજ ગણપતભાઈ તેજાભાઈ વડેખણીયા સાથે રોડની બાજુમાં ચાલવા નીકળ્યા હતા. જે દરમિયાન કોલોનીમાં રહેતો દિવ્યેશ હરીશ હળપતિ પોતાની બાઈક પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી કોલોનીની અંદર લાવતા બાઈક ધીરે ચલાવવા માટે જણાવતા ઉશ્કેરાયેલા દિવ્યેશ હળપતિઍ ઝઘડો કરી કોલોનીમાં રહેતા કિરણ ઉર્ફે કિલ્લો વિઠ્ઠલ ગરાણીયા અને તેના બે ભાઈમાં ભાવેશ અને પારસ દોડી આવી રાજુભા હરીસિંહ રાઠોડ, જયદીપ પ્રજાપતિ અને મહિપાલસિંહ ભરતસિંહ પરમાર ને પણ લાકડી તથા ઢીક મુક્કીનો માર પથ્થરો વડે મારતા ઈજા થઈ હતી. કિરણે કિલ્લાના ભાઈ ભાવેશ આવી તેના હાથમાં રહેલી દારૂની બોટલ મહિપાલ સિંહ પરમારને માથામાં મારી હતી. મારામારીની ઘટના થતા કોલોનીના રહીશો દોડી ગયા હતા. કોલોનીમાં રહેતા ચારેય ઈસમો ઍ ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક પર ભાગે છૂટ્યા હતા. જે અંગે વલસાડ સીટી સીટી પોલીસ મથકમાં રાજુભા હરીસિંહ રાઠોડે આરોપી દિવ્યેશ હરીશ હળપતિ, કિરણ ઉર્ફે કિલ્લો વિઠ્ઠલ ગરાણીયા, ભાવેશ વિઠ્ઠલ ગરાણીયા, પારસ વિઠ્ઠલ ગરાણીયા તમામ રહે. સરકારી વસાહત વર્ગ ૩ તથા ૪ બ્લોક નંબર ૮ તિથલ રોડ વલસાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.