Vishesh News »

શામ સે આંખમેî નમી સી હૈ, આજ ફીર આપકી કમી સી હૈ

તા. ૭ ઍપ્રિલ, ૨૦૨૩ને શુક્રવારનો દિવસ દમણગંગા ટાઈમ્સ પરિવાર માટે ઍક વજ્રાઘાત સમાન હતો. સમગ્ર પંથકને પોતીકું સ્થાનિક અખબારની ભેટ ધરવાની નેમ સાથે ‘દમણગંગા ટાઈમ્સ’ની સ્થાપના કરનાર અમારા મોભી ઉકાણી સાહેબે આ નશ્વર નાશવંત સંસારમાંથી પરમતત્વ ભણી પ્રયાણ કર્યું ઍને આ રવિવારે ઍને ઍક વર્ષ પુર્ણ થશે. ઍટલે કે પ્રથમ પૂણ્યતિથિ હશે. કોઈને થશે કે, અચ્છા ! ઉકાણી સાહેબને ગયાને ઍક વર્ષ વિતી ગયું !? ખબર જ ન પડી ! ના, અમારા માટે આવું જરાય નથી. દમણગંગા ટાઈમ્સ પરિવાર માટે આ વાત ઍટલી સરળ નથી. અમને ઍમની ભારે ખોટ પડી જ છે અને વિતેલા વર્ષમાં રોજરોજ નહીં, ઘડીઍ ઘડી અમે તેમનું સ્મરણ કયુ* છે. છતાં ઍ કઠોર વાસ્તવિકતા છે કે, ઉકાણી સાહેબ હવે આપણાં સ્મરણમાં સમાઈ ગયા છે. અબ યાદો કે કાંટે ઈસ દિલમેî ચૂભતે હૈ, ના દર્દ ઠહરતા હૈ, ના આંસુ રુકતે હૈ. તુમ્હેં ઢૂંઢ રહા હૈ પ્યાર, હમ કૈસે કરે ઈકરાર, કિ હા* તુમ ચલે ગયે. આ અખબાર ‘દમણગંગા ટાઈમ્સ’ ઍ ઍમનું ‘માનસ સંતાન’ છે. ઍના સંવર્ધન અને જતનમાં ઉકાણી સાહેબે પોતાની હયાતીના છેલ્લા કિંમતી અઢી દાયકામાં ઍના માટે તન, મન ધનની આહુતિ આપી છે. જન્મભૂમિ કચ્છથી કર્મભૂમિ વાપીમાં આવ્યા ત્યારે જ તેમના પત્રકાર જીવે ઍ નાંણી લીધું હતું કે, આ પંથકને ઍક પોતીકાં અખબારની જરુર છે. તેમાં વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર સ્વ. ભગવતીકુમાર શર્માની પ્રેરણા ભળી અને ઈ.સ. ૧૯૯૮માં દમણગંગા ટાઈમ્સની શરુઆત થઈ. આ અખબાર તેમણે ઘણાં સ્વપ્ના સેવીને સ્થાપ્યું હતું. તેઅો ઘણી વાર ઍવી ઈચ્છા વ્યકત કરતાં હતાં કે મારા અખબારમાં મારી શ્રદ્ધાંજલિ પ્રકાશિત થવી જાઈઍ. તેમની ઍ ઈચ્છા તો જાણે ઈશ્વરે પુર્ણ કરવી હોય તેમ તેમણે ‘દમણગંગા ટાઈમ્સ’ને રજત જયંતિના ૨૫મા ગૌરવવંતા વર્ષના પડાવે પહોîચાડી પોતાની જીવનલીલા સંકેલી લીધી. જાકે, આ અખબારી સાહસમાં તેમને ભારોભાર વિશ્વાસ અને શ્રદ્ધા હતાં. અનેક વિપરિત સંજાગો અને પડકારો વચ્ચે તેમણે આ અખબારને અનેક મહત્વના સોપાનો સર કરાવ્યા. ખાસ તો આ વિસ્તારની જનતાને લોકશાહીના ચોથા સ્તંભ પ્રત્યે આસ્થાવાન બનાવી, ગામડાંની પ્રજાને મીડિયાના દરવાજે દસ્તક દેતી કરી લોકશાહીને મજબુત કરવામાં આ પંથકની મહત્વપૂર્ણ મૂકસેવા કરી, ઍક પ્રજાલક્ષી અને સ્વચ્છ અખબારની ભેટ ધરી. ઍમના આ પ્રદાનની ઈતિહાસ જરુરથી નોîધ લેશે. તેઅો ‘દમણગંગા ટાઈમ્સ’ માત્ર ઍક અખબાર ન બની રહેતા ઍક સ્થાયી સંસ્થા તરીકે સ્થાપિત થાય ઍવી અભિલાષા રાખતા હતાં. તેથી ઍનો મજબૂત પાયો નાંખવામાં તેમણે કોઈ કચાશ રાખી ન હતી. તેમ અખબારી મૂલ્યોમાં પણ કોઈ બાંધછોડ કર્યા વગર જયારે આજના સ્પર્ધાત્મક સમયમાં ટકવું ઍ તલવારની ધાર પર ચાલવા જેવું કઠીન બન્યુ છે ત્યારે ‘દમણગંગા ટાઈમ્સ’ ઍમના માર્ગદર્શન હેઠળ તેમના નકશેકદમ પર ચાલી આગળ વધતું રહી શકયું છે. હવે સ્વ. ઉકાણી સાહેબ તો સદેહે આપણી વચ્ચે નથી પણ તેઅો સમગ્ર ‘દમણગંગા ટાઈમ્સ’ પરિવાર માટે ઍક દિવાદાંડી અને પ્રેરણાના પાવરહાઉસ જેવા જ રહેશે. ઍમના વ્યકિતત્વના પારસમણીનો જેમને સ્પર્શ થયો છે તે સૌ આજે ઍમની કમીને જરુરથી મહેસૂસ કરે જ છે. તેમણે ગમે તેવા વિકટ સંજાગોમાં હિંમત અને સાહસ ન ગુમાવવાની હંમેશા શીખ આપી છે. તેઅો પોતાને જબરદસ્ત આશાવાદી વ્યકિત કહેતા હતાં. તેથી વિકટ સંજાગોમાં પણ આશાનું કિરણ તેમને મળી જ જતુ. હંમેશા સૌનું સારું જાવાની અને સારું કરવાની નેક ભાવના તેમના વ્યકિતત્વને ઍક અલગ અલગારી ઊંચાઈ આપતી હતી. ઍમના વિના વિતેલા આ વર્ષમાં ‘દમણગંગા ટાઈમ્સ’ પરિવારને મુ. ગફુરચાચાથી લઈને કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈ સુધીના અનેક સ્નેહી, શુભેચ્છકોની લાગણી અને પ્રોત્સાહન પ્રા થતા રહ્નાં છે. તેથી ઍ ઍમ જ પ્રા થતાં રહેશે ઍવી આશા અને ભરોસો સ્વભાવિક છે. સ્વ. ઉકાણી સાહેબની ઈચ્છા મુજબ ‘દમણગંગા ટાઈમ્સ’ને ઍક વટવૃક્ષની માફક કાયમી સંસ્થા તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસમાં કોઈ કચાશ નહીં રાખીઍ ઍવી સંકલ્પના સાથે સ્વ. ઉકાણી સાહેબને પ્રથમ પૂણ્યતિથિઍ તેમની શાશ્વત શાંતિની પ્રાર્થના સાથે હૃદયપૂર્વકના શ્રદ્ધાસુમન અર્પણ કરી, તેઅો જયાં હોય ત્યાંથી અમીદૃષ્ટી રાખી આશિર્વાદ વરસાવતા રહે ઍવી કામના કરીઍ છીઍ.