Vishesh News »

વાપી જે ટાઇપ ય્બ્ગ્ના ગડર મુકવાનું શરૂ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી,તા. ૫ઃ વાપી જે ટાઈપથી રીંગરોડને જોડતો રેલવે ઓવરબ્રિજના જે ટાઈપ વિસ્તારમાં ગડર મુકવાની કામગીરી શરૂ થઈ છે. આગામી દિવસોમાં આ રેલ્વે ઓવરબ્રીજ બની જતા જ વાપી ટાઉન અને સંઘપ્રદેશ તરફ જતા વાહનો માટે મોટી રાહત થશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની શક્યતા બનશે. પ્રા વિગત મુજબ વાપી પૂર્વ અને પડ્ઢિમમાં આવવા જવા માટે માત્ર ઍક જુનો રેલવે ઓવરબ્રિજ હોવાથી અને ત્યારબાદ નવું રેલવે અન્ડરબ્રીજ બનાવ્યું તેમ છતાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ તત્કાલીન વાપી પાલિકાના પ્રમુખ અને જીયુડીસીના સ્વતંત્ર ડિરેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્ય અને હાલના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપી જીઆઇડીસીના જે ટાઈપ રોડથી નામધા રીંગરોડને જોડતો રૂપિયા ૫૦,૫૦,૫૭,૦૧૦ના ખર્ચે ૧૦૭૩ મીટર લાંબો રેલવે ઓવરબ્રિજને મંજૂર કરાયો હતો જેની કામગીરી રાધે ઍસોસીઍટ મહેસાણાની ઍજન્સીને સોંપવામાં આવ્યો હતો. આ રેલ્વે ઓવરવીઝ બનાવવાની કામગીરી તા. ૨-૧૧- ૨૦૨૨ થી ૧-૫-૨૦૨૪ સુધીના ૧૮માસમાં પૂર્ણ કરવાની શરતે ટેન્ડર અપાયું હતું. જેની કામગીરી હાલમાં ખૂબ જ જોશમાં ચાલી રહી છે અને જે ટાઈપ રોડ ઉપર તેમજ રીંગ રોડ ઉપર કુલ ૨૮ જેટલા પીલ્લરો પૈકીના ૨૬ બનીને તૈયાર થઈ ગયા છે અને રેલવેના બે કિલ્લો બનવાના બાકી છે. જ્યારે અહીં ૨૪ મીટરના ૧૩ બોક્સ સ્લેબ ૩૦ મીટરના ૧૯ ગડર સ્પાન અને ૨૪ મીટરના ટી આકારના બીમ ૧૫ મીટરના ૮ બીમ તેમજ આ રેલવે ઓવરબ્રિજના સ્લેબની પહોળાઈ ૯ મીટર ની હશે. અહીં જે ટાઈપ નેશનલ હાઇવે નંબર ૪૮ ને જોડતા માર્ગ ઉપર ૫૦૯ મીટર અને નામધા-રીંગરોડ સાઈડ ઉપર ૪૮૮ મીટર અને રેલવે પોર્શન વિસ્તારના ૭૬ મીટરમાં ૧૨૦૦ની ૧૯૨ પાઈલ હશે. આ બ્રિજની દેખરેખ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વલસાડનાઓની દેખરેખમાં બની રહ્ના છે. જોકે આ રેલ્વે ઓવરબ્રિજ બનીને તૈયાર થશે ઍટલે નેશનલ હાઈવે ૪૮ થી વાપી ટાઉનમાં અને સંઘપ્રદેશ દમણના કચીગામ ડાભેલ તથા દમણ શહેરમાં આવતા જતા નાના મોટા વાહનો માટે ખૂબ જ મહત્વનો બની રહેશે સાથે અહીં કાયમી ટ્રાફિકની સમસ્યા પણ વાપી શહેરમાં રહે છે જે આ બ્રિજને કારણે માત્ર રીંગરોડથી પ્રોફેલ કોલેજ થઈ સીધા દમણ તેમજ વાપી ટાઉનમાં જવા આવવાની સરળતા પણ રહેશે જોકે આ બ્રિજ બનાવવાની કામગીરી હાલમાં ખૂબ જ ઝડપથી કરાઈ રહી છે અને અગામી ૩૦મી જૂન પહેલા તેનું લોકાર્પણ થાય તેમ જણાઈ રહ્નાં છે. સાથે અહીં હાલમાં છેલ્લા બે દિવસથી જે ટાઈપ વિસ્તારમાં તૈયાર થયેલા કિલ્લરો પર ગટર બેસાડવાની કામગીરી શરૂ કરાઈ છે.