Vishesh News »

ઓલગામે દુકાનના બદલે નર્સરી સ્કૂલ બનાવી દેવાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૫ઃ વલસાડ તાલુકાના ઓલગામગામે આવેલી સર્વે નંબર ૪૯૪/૨ વાળી ખાનગી જગ્યામાં વાણિજ્ય હેતુના બાંધકામની પરવાનગી લીધા બાદ જમીન માલિકે દુકાનના બદલે ગેરકાયદેસર રીતે હેતુફેર કરી નર્સરી, સિનિયર જુનિયર સ્કૂલ બાંધકામ છે. ઓલગામે ગેરકાયદેસર બાંધકામ કરનાર જમીન માલિક સામે વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેવા પગલાં ભરે તે જોવાનું રહ્નાં છે. વલસાડ તાલુકાના ઓલગામ ગામના સરપંચ ફળિયામાં રહેતા રાજેશભાઈ ડાહ્નાભાઈ પટેલની માલિકીની સર્વે નંબર ૪૯૪/૨ વાળી જમીન આવેલી છે. જમીન માલિક રાજેશભાઈઍ ઓલગામ ગ્રામ પંચાયતમાં તા. ૫/૧૨/૨૦૨૩ ના રોજ અરજી કરતાં ગ્રામસભામાં પ્રોપર્ટી કાર્ડની નકલ, સક્ષમ અધિકારીની મંજૂરી કે, મંજૂર કરેલ પ્લાન મુજબ ચર્ચા વિચારણા કર્યા બાદ ગ્રામસભામાં સત્સંગ અધિકારીઍ મંજુર કરેલા પ્લાન મુજબ જ બાંધકામ કરવું, બાંધકામ કરવાનું બાંધકામ કરતી વખતે સરકારી નિયમ મુજબ માર્જિન છોડી બાંધકામ કરવું, ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ જાતે જ કરવાનો અને બાંધકામ પૂર્ણ થયા બાદ વાયરસ સેફટી સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે જેવી શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી. જે જમીન અંગે અરજદારે વલસાડ સીટી સર્વેમાં તેમજ નગર નિયોજનમાં અરજી કરતાં તા. ૩૧/ ૧/ ૨૦૨૨ ઍ મંજૂર થયેલ છે. સીટી સર્વે નંબર ઍન.ઍ. ૪૯૪ માં વિભાગ માપણી કરી સીટી સર્વે નંબર ૪૯૪/૧ થી ઍન. ઍ. ૪૯૪/૩૧ તેમજ સીટી સર્વે નંબર ૪૯૪/૩૨ કોમન પ્લોટ તથા સીટી સર્વે નંબર ૪૯૪/૩૩ માર્ગ આપી નકશાઓ મંજુર કરવામાં આવ્યા છે. ૪૯૪ ૨ વાળી ખાનગી જગ્યામાં વાણિજ્ય હેતુ બાંધકામ પરવાનગી લીધા બાદ જમીન માલિકે આગળ દુકાનનું શોપિંગ સેન્ટરના બદલે નર્સરી સિનિયર જુનિયર સ્કૂલનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ગામ ગામે ગેરકાયદેસર બાંધકામ કરનાર જમીન માલિક સામે વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેવા પગલાં ભરે તે જોવાનું રહ્નાં છે.