Vishesh News »

ભેંસલાપાડાનો બુટલેગર પાસામાં ધકેલાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૫ઃ આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ આવી રહેલ હોય વલસાડ જીલ્લામાં ભય મુકત વાતાવરણમાં ચુંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા ની સુચનાથી ઍલસીબીની ટીમે સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાત રાજ્યમાં મોટા પાયે દારૂની હેરાફેરી કરતો ફૂટલેગર વિકાસ ઉર્ફે ભૈયા અશોક યાદવ રહે. ભેસાલાપાડા, નવીનગરી પારડી વિરુદ્ધ પારડી પોલીસ મથકમાં દારૂના ત્રણ અલગ અલગ ગુનામાં ૮૮૪ બાટલી કિંમત રૂ. ૭૦,૨૦૦ વલસાડ રૂરલ પોલીસ મથકમાં બાટલી નંગ ૩૫૩ કિંમત રૂ. ૩૫૧૨૫ના દારૂ સાથે પકડાયો હતો. વિકાસ ઉર્ફે ભૈયા વિરુદ્ધ દારૂના ગુના અંગેના કાગળો ઍકઠા કરી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટઍ પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજુર કરતા વલસાડ ઍલસીબીની ટીમે અટકાયત કરી પાસા હેઠળ આરોપી વિકાસ ઉર્ફે ભૈયા યાદવને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે.