Vishesh News »

વલસાડ-ડાંગ ભાજપના ઉમેદવાર વિરુધ પત્રિકાઅો બહાર પાડવામાં કોîગ્રેસનો હાથઃ જીતુ ચૌધરી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૫ઃ વલસાડ-ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ કરતી નનામી ચાર પત્રિકાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો વિવાદ સાથે કપરાડા ધરમપુર વિસ્તારમાંથી આદિવાસીઓની જમીનમાંથી નહેર માટે જમીન સંપાદન થવાની હોવાની વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો છે. વલસાડ -ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં દર બીજા-ત્રીજા દિવસે ધવલ પટેલને બદલવાની માંગણી સાથે નનામા લેટર બોમ્બ વાયરલ થતાં આ મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ વાયરલ કરવા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જીતુભાઇઍ જણાવ્યું કે, કોંગ્રેસ લોકોને ખોટા માર્ગે દોરી રહી છે. લોકોમાં ખોટા મેસેજ વાયરલ કરે છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં અફવાઓ કોંગ્રેસ જ ફેલાવી રહી છે. કપરાડા, ધરમપુર અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં ડુપ્લીકેટ લેટર બોમ્બ અને બેનર બનાવીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્ના છે. કોંગ્રેસના આઈ.ટી. સેલ દ્વારા ભાજપ વિરૂદ્ધ ડુપ્લીકેટ લેટરો બનાવીને લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્નાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. સાથે ધરમપુર કપરાડા વિસ્તારમાં હવે ફરીથી નહેર યોજના અંતર્ગત આદિવાસીઓની જમીનો સંપાદન સરકાર કરશે તેવા ખોટા નકશા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી મતદારો તથા આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્ના હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ રાજકારણ ફરીથી ગરમાયું છે અને જે અંગેની ફરિયાદો પણ સાયબર ક્રાઇમ પોલીસ મથક વલસાડ તથા વલસાડ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પણ ફરિયાદ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.