Vishesh News »

પારડી પંથકમાં લોકો પાસે નાણાં રોકાવી પરત નહી કરનાર છ સામે ફરિયાદ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) પારડી,તા.૦૫ઃ પારડી તાલુકાના ગામડાઓમાં રહેતા છ ઇસમોઍ કેટલાક લોકો પાસેથી ગૌરસ મલ્ટી ગ્રેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઍ રૂપિયા ૧.૧૩ કરોડનું રોકાણ કરાવ્યું હતું, જે રોકાણના નાણાં કંપનીઍ પરત નહીં આપતા પારડી પોલીસ મથકમાં કંપનીના છ કર્મચારી વિરુધ ફરિયાદ કરવામાં આવી છે તેની સામે છેતરપીંડીનો ગુનો નોîધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. પારડી તાલુકાના પરીયા ગામે રહેતા યોગેશભાઈ બાબુભાઈ પટેલ અને અન્ય પાંચ ઇસમોઍ પારડી પોલીસ મથકમાં ગૌરસ મલ્ટી ગ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી જીગ્નેશભાઈ પટેલ રહે સુખાલા, અનિલ રામ નરેશભાઈ જસવાલ રહે વ્યારા, વનતિકભાઈ પટેલ રહે રોહિણા, ધીરુભાઈ પટેલ રહે અરનાલા, મહેન્દ્રભાઈ બી. પટેલ રહે ડુમલાવ, સુભાષભાઈ ડી પટેલ ડુમલાવની સામે લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં ઉપરોક્ત તમામ છ જણા પાસેથી નાણાનું કનેક્શન કરી આ તમામ છ જણા ઉપરોક્ત નામની કંપનીમાં નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ કરાવી ઍમના રૂપિયા ૧.૧૩ કરોડ ૩૦ હજાર ઇન્વેસ્ટમેન્ટ કરી પરત નહીં આપ્યા હોય જે અંગેની ફરિયાદ તેઓઍ કાનૂની સહાય સામાજિક વિકાસ કેન્દ્ર દ્વારા કરી હોય જ્યાં આજ દિન સુધી ઉપરોક્ત તમામ કંપનીના ૬ ઍ ઇસમો હાજર રહ્ના ના હોય અને ઍમના નીકળતા નાણા આપ્યા ના હોય જે અંગે તેમની વિરુધ છેતરપીંડીનો ગુનો નોîધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.