Vishesh News »

આજે સનાતન સંસ્કૃતિના ઉદય નો દિવસ છે ઃ કનુભાઈ દેસાઈ ધરમપુરની શોભાયાત્રામાં રામભકતો ઉમટી પડયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૨ ઃ ૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાનશ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે ધરમપુરમાં દિવાળીનો પ્રસંગ હોય તેમ આગલી રાત્રે દરેક ફળીયામાં તેમજ ત્રણ દરવાજાને સુશોભિત રંગ બેરંગી લાઇટ તોરણ રંગોળી સહીત શ્રી રામ ભગવાન નામની દ્ભજા ફોટા સાથે સમગ્ર ધરમપુર નગર સુશોભીત થઈ ઊઠ્યું હતુ. આજે વહેલી સવારથી ભાવિક ભકતો મોટાબજારના કાળા રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ઍકત્ર થતા કાળા રામજી મંદિર ખાતેથી શોભા યાત્રા નીકળતા જય શ્રીરામ ના નારા સાથે સમગ્ર ધરમપુર નગર રામમય બની ગયુ હતું. ધરમપુર શહેરની તમામ દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી. શોભા યાત્રા દરમ્યાન બહેનો, ભાઈઓ, વેપરીઓ, નોકરીયાત વર્ગ, શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા શિક્ષકો સહિત અલગ અલગ સંસ્થા તેમજ કચેરીઓના કર્મચારીઓ, નાનાથી લઈને વડીલો સુઘી ભારે હર્ષ ઉલ્લાસપૂર્વક જય શ્રીરામના નારા દરેકના મુખ વાટે સંભળાયા હતા તેમજ ઠેર જગ્યાઍ ફટાકડા ફોડી નાશિક ઢોલ, નગારા, કાહડી, ડીજેના તાલે ભાવિક ભકતો ઝુમી ઉઠ્યા હતાં. ધરમપુર મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતુ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આનંદ ઉલ્લાસ ભેર ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ધરમપુરમા લક્ષ્મીનારાયણ મંદિરમાં પધારી આરતીનો લાભ લીધો હતો. તેમજ ૧૯૯૦/૯૨મા અયોધ્યા ગયેલા કારસેવોકો નું મોમેન્ટ આપી તેમની સેવા ને બિરદાવી હતી. આ પ્રસંગે પૂ. જગદીશાનંદજી, શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમથી પધારેલા કપીલ મુનીજી, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, આર ઍસ ઍસ ના મહેશભાઇઍ પ્રસંગ અનુસાર ઉદબોધન કર્યું હતું જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા જેઓ પોતે ૧૯૯૦મા કારસેવક તરીકે અયોઘ્યા સુધી સાથી મિત્રો જોડે કેવીરીતે પોહચ્યા હતા તે સમયના પ્રસંગનુ વર્ણન તેમના દ્વારા કરવામાં આવતા ઉપસ્થીત સૌ રામ ભકતો ભાવુક થઈ ગયા હતાં. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિને ધરમપુરના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સૌઍ જીવંત પ્રસાણ નિહાળ્યું હતું. ધરમપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા આર ઍસ ઍસના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો, તેમજ ધરમપુર નગરનાં અગ્રણીઓ, યુવાનો, બહેનોઍ જરૂરીયાત અનુસાર સહયોગ કર્યો હતો કાર્યક્રમનું સંચાલન સંજ્ય સરદેસાઈઍ કર્યું હતું.