Vishesh News »

વાપીમાં અભ્યાસ અંગે ઠપકાથી માઠું લાગતા વિદ્યાર્થીઍ જીવન ટુંકાવ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપીની ઍક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અભ્યાસ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા તેમણે વાપી નજીકની રાતાં ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા આજે બે દિવસ પહેલા ગુમ થયેલા આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે શોકની કાલીમા ફેલાઈ જવા પામી છે. પ્રા વિગતો મુજબ વાપીની ઍક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં ધોરણ-૧૧મા અભ્યાસ કરતોનો વિદ્યાર્થી ગોવિંદ સિંગ ઉંમર વર્ષ ૧૬ રહે વાપી વલસાડ રોડના નુતન નગર ખાતે આવેલ આર્યા હાઈટ્સ બિલ્ડીંગના વાપીની જાણીતી ઍવી ઍક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે અને તે મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો નહોતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ જગ્યાઍ તેની ભાળ નહિ મળતા પરિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે વિદ્યાર્થી ગોવિંદ સિંગ અભ્યાસમાં વીક હોવાથી શિક્ષકો તેમજ વાલી તરફથી ઠપકો આપતા તે મંગળવારે શાળામાંથી ક્યાંક ચાલી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો કે, બુધવારે સવારે ગુમ થયેલા વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી. જેથી પરિજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમના ૭થી વધુ તરવૈયા જવાનોઍ ૨૫ ફૂટ ઉડા પાણીમાં સવારથી સાંજ સુધી શોધખોળની પ્રક્રિયા હાથ ધરી હતી. વિદ્યાર્થીની કોઈ ભાળ નહિ મળતા તે કદાચ બેગ મૂકીને ક્યાંક નીકળી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાં મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી. જેઓઍ મૃતદેહને બહાર કાઢી તપાસતા આ મૃતદેહ ૨ દિવસ અગાઉ ગુમ થયેલ વિદ્યાર્થી ગોવિંદ સિંગનો હોવાની ઓળખ થઈ હતી. વહાલસોયા દીકરાના મૃતદેહને જોઈ પરીવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો. આ અંગે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ પીઍમ કરી પરિવારને સોપાયો છે.