Vishesh News »

દમણમાં મહિલા મિત્રની મજાકની શંકામાં ઍકનું ગળું રહેંસી હત્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૪ ઃ દમણના મરવડ સ્થિત દમણ ઢાબા નામના ઢાબામાં અમરેલીના યુવાન અને મહારાષ્ટ્રના યુવાનો વચ્ચે થયેલ બબાલમાં ચાકુ મારી ઍક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં હત્યા કરનાર અમરેલીના યુવાનની દમણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટના અંગે મળતી વિગત મુજબ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામનો ૩૫ વર્ષીય યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે ખાણીપીણી કરવા અર્થે આવ્યો હતો. આ દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલા ૬ જેટલા યુવાન મિત્રો ખાણી પીણીની મોજ મસ્તી કરી રહ્ના હતા. આ દરમિયાન ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ સાથે આવેલ મહિલાને ઈશારાથી છેડતી કરી રહ્ના હોય ઍવી શંકા પ્રદ્યુમનને થતાં તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. ઘટના અંગે મળતી વિગત મુજબ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામનો ૩૫ વર્ષીય યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે ખાણીપીણી કરવા અર્થે આવ્યો હતો. આ દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલા ૬ જેટલા યુવાન મિત્રો ખાણી પીણીની મોજ મસ્તી કરી રહ્ના હતા. આ દરમિયાન ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમન સિંહ ગોહિલ સાથે આવેલ મહિલાને ઈશારાથી છેડતી કરી રહ્ના હોય ઍવી શંકા પ્રદ્યુમનને થતાં તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. નાની સરખી બોલાચાલી અચાનક મારામારીમાં પરિણામી હતી. પ્રદ્યુમન સિંહ ગોહિલે તેની પાસે રહેલા ધારદાર ચાકુ જેવું હથિયાર ધીરજ જાદવના ગળા પર ફેરવી રહેંસી નાંખતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટના બાદ ઢાબામાં અફરાતફરી મચી જવા ગઈ હતી. ઘટનાની જાણકારી કડૈયા પોલીસને કરવામાં આવી હતી. આ તરફ ગંભીર સ્થિતિમાં જમીન પર પડેલા યુવાનને સારવાર અર્થે તાત્કાલિક નજીકની મરવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાને પગલે કડૈયા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપી પ્રદ્યુમન સિંહ ગોહિલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.