Vishesh News »

કલસરમાં બે કંપની સામે સ્થાનિકોને કામ અને રોજગારી મુદ્દે કચવાટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ પારડી તાલુકાના કલસરગામે વી વાય યુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપની અંગે ગ્રામજનોઍ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બંને કંપનીમાં લોકલ ગ્રામજનોને કામ ઉપર લેવામાં આવતા નથી. તેમજ કર્મચારીઓને વધુ વેતન નહીં આપી કલાકો સુધી કામ કરાવી કર્મચારીઓનું શોષણ કરી રહી છે. આ ઉપરાંત આ બંને કંપની નિયમોથી વધુ ધ્વનિ પ્રદૂષણને લઈ બાજુમાં આવેલા રહીશોના ઘરોના નાના બાળકોમાં સ્વાસ્થ્ય અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે વધુ તકલીફ પડતી હોય છે. જે અંગે ગ્રામજનોઍ ગામના સરપંચને વારંવાર રજૂઆત કરવા તેમ છતાં યોગ્ય પગલાં લીધા નથી. બંને કંપનીઓ સામે યોગ્ય નિર્ણય આગામી ૧૨/૪/ ૨૪ સુધીમાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો કંપનીના ગેટ ઉપર બેસી આંદોલન કરવાની ચીમકી ઉચારી છે આ ઉપરાંત ગ્રામજનોઍ ગ્રામ પંચાયત જિલ્લા કલેક્ટર જિલ્લા રોજગારી કચેરી મદદનીશ શ્રમ આયોક્ત વલસાડ સહિતની કચેરીઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.