Vishesh News »

ધરમપુરના વોકેશનલ સેન્ટરમાં તાલીમાર્થી યુવતીને વોર્ડને વોશરૂમમાં પુરી દેતાં ચકચાર મચી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુર બાયપાસ માર્ગના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ચાલતી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આઈ.ટી.આઈ.માં ફૂલવાડી ગામની મોનિકા રાજેશભાઈ જે સીવણ ક્લાસ કરી અને ત્યાંજ હોસ્ટેલમાં રહેતી મોનિકા વોશરૂમમાં ગયા બાદ ત્યાંના વોર્ડન દ્વારા મોનિકાને વોશરૂમમાં પુરી દેવાનો કીસ્સો બહાર આવવા પામ્યો છે ધરમપુર પોલીસ મથકે આપેલ અરજી અનુસાર ધરમપુર બાયપાસ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના હોસ્ટેલના વોર્ડન આશાબેન દ્વારા વોશરૂમમાં પુરી દેવામા આવતા ૩૦ મિનિટ બાદ કોઇ અન્ય વિદ્યાર્થિની બાથરૂમમાં જતા તે સમયે ખબર પડી કે હોસ્ટેલની કોઈ વિદ્યાર્થીની વોશરૂમમાં પુરાયેલ છે ત્યારે તે વિદ્યાર્થીની દ્વારા બાથરૂમના દરવાજો ખોલવામાં આવતા અંદર મોનીકા છેલ્લા ૩૦ મિનિટથી અંદર પુરાયેલ હાલતમાં મળી આવી હતી જેને શ્વાસ લેવામા તકલીફ પડી ગભરાઈ જતા ત્વરિતપણે દીકરીના પિતાને જાણ કરી નજીકની રાજચંદ્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં હતી. આ બાબતે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહીત આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે હોસ્પિટલની સારવાર હેઠળ દીકરીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ધરમપુર પોલીસ મથકે પી.ઍસ.આઈ.ને લેખિતમાં ફરિયાદ આપી સીસીટીવી કેમેરા ચેક કરી યોગ્ય ન્યાય મળે જે બાબતે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. ઘટના અંગે ધરમપુર પી.ઍસ.આઇ આર.કે પ્રજાપતિ દ્વારા યોગ્ય તપાસ કરાશેનું જણાવ્યું હતું.