Vishesh News »

નરોલીથી અથાલ સુધી ચૂંટણીલક્ષી ફલેગમાર્ચ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૪ ઃ લોકસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે નરોલીના વિવિધ વિસ્તારમાં પ્રલેગ માર્ચ કાઢવામાં આવી હતી. સેલવાસ ઍસ.પીના માર્ગદર્શન હેઠળ સી.આર.પી.સી.ના મહિલા જવાનો અને પોલીસના જવાનો દ્વારા પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ઍ માટે ફલેગ માર્ચ કાઢવામાં આવી હતી. જે નરોલી પોલીસ સ્ટેશનથી નીકળી રિલાયન્સ કંપની, ખરડપાડા થઈને અથાલ સુધી ચાલી હતી. લોકસભા ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર મતદાન કરે અને કાનૂન વ્યવસ્થા જળવાઈ ઍ માટે આ ફલેગ માર્ચ કાઢવામાં આવી હતી.