Vishesh News »

વાપીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે મોબાઈલ અને ચેઈન સ્નેચીંગના બનાવો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપી હાઇવે છરવાડા ક્રોસિંગ અંડર બ્રિજ સર્વિસ રોડની સ્ટ્રીટ લાઈટ છેલ્લા બે મહિનાથી બંધ અવસ્થામાં રહેતા અંદરપટ છવાયો રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા સાથે અહીં રાત્રિ દરમિયાન રાહદારીઓના મોબાઇલ ફોન તથા સોનાની ચેન સ્નેચિંગ તથા લૂંટી લેવાના બનાવ પણ બની રહ્ના છે. પ્રા વિગત મુજબ વાપીથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ છરવાડા ક્રોસિંગ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજ બનાવી અને લોકોને રસ્તો ક્રોસ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી સાથે અહીં સર્વિસ રોડ તેમજ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ લગાવાઇ હતી. પરંતુ આ સ્ટ્રીટ લાઈટ છેલ્લા બે માસથી બંધ અવસ્થામાં રહી છે જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો તથા રાહતારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તો છેલ્લા કેટલાક દિવસોથી અહીં અંધારાનો લાભ લઈને મોબાઈલ ચોર ચેઇન સ્નેચર, લૂંટારાઓ રસ્તે ચાલતાં શ્રમજીવીઓ તથા અન્ય રાહદારીઓને રોકી લૂંટી લેવાના બનાવો પણ બની રહ્ના છે સાથે અહીં અંધારાને કારણે અકસ્માતની શક્યતા પણ ખૂબ જ વધી જવા પામી છે જે અંગે તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી તથા વાપી નગરપાલિકાનું વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક લાવે તેવી લોકો માંગ કરી રહ્ના છે.