Vishesh News »

અબ્રામામાં યુવતીની આત્મહત્યા પ્રકરણમાં દુષ્પ્રેરણનો ગુનો નોîધાયો ઃ પ્રેમી સહિત ૩ ની અટક

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ચેતનભાઇ રમેશભાઈ પટેલની દીકરી સૂચિ ઉંમર વર્ષ ૨૨ દ્વારા ફેશન ડિઝાઈનરનો કોર્સ કર્યા બાદ વલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે પર આવેલી ઇમ્પિરિયલ ઍપાર્ટમેન્ટમાં દુકાન ભાડે રાખી ફેશન નામની લેડીઝ ગારમેન્ટની દુકાન ચલાવતી હતી. સૂચિઍ પોતાના પરિવારના સભ્યોને જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ ઉપર મયુર અરવિંદ પટેલ રહે. બીના નગર અબ્રામા વલસાડ સાથે સંપર્કમાં આવતા ઍકબીજાને પસંદ કરે છે. સૂચિ અને મયુર પટેલ ઍક જ સમાજના હોવાથી અને ઍકબીજાને પસંદ કરતા હોવાથી બંનેના લગ્ન કરવા માટે પરિવારના સભ્યોઍ મયુરના પિતા અરવિંદભાઈ અને માતા શારદાબેન પટેલને મળ્યા બાદના સંબંધો અંગે જાણ કરતા તેઓના લગ્ન દિવાળી બાદ કરવાનું નક્કી કર્યું હતું. દિવાળી બાદ લગ્ન નહીં થતાં ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ બાદ કરવાનું જણાવ્યું હતું. ધીરે ધીરે પ્રેમી મયુરે સૂચિને ફોન કરવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું જે બાદ તારીખ ૧૭-૧-૨૦૨૪ના રોજ સૂચિને મયુરના માતા અને પિતાઍ લગ્ન નહીં કરવાની ના પાડી દીધી હતી. જેથી સૂચિ પટેલને પ્રેમી મયુર અરવિંદ પટેલે લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાઍ સર્વિસ બાંધી હોવા અંગેની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી મયુર પટેલની ધરપકડ કરી હતી. જે ઘટના બાદ સૂચિઍ તારીખ ૨૬/૩/૨૦૨૪ના રોજ પોતાની ર્ીણૂદ્દર્જ્ઞ્રુ નંબર જીજે-૧૫/બી.જી./૨૦૩૩ને લઈને ગઈ અને પોતાની દુકાનના દરવાજાને ઍલ્યુમિનિયમ ફેમમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાય અથવા અહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર સૂચિ ઍ પોતાને સુસાઇડ માં લખ્યું કે પ્રેમી મયુરને જામીન મળ્યા હોય લગ્ન કરવાની વાતથી પલટી મારી જતા મન દુઃખ થતા તેણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. જેથી મરણ જનાર સૂચિ પટેલના પિતા ચેતનભાઇ રમેશભાઈ પટેલે પ્રેમી ઍવા આરોપી મયુર અરવિંદ પટેલ, પિતા અરવિંદ બાબર પટેલ અને માતા શારદાબેન અરવિંદ પટેલ ત્રણે રહે. રાધા કૃષ્ણ સોસાયટી બીનાનગર અબ્રામા વલસાડ તેમજ બેન હેતેશ્વરી અરવિંદભાઈ પટેલ રહે અમદાવાદ શહેર અને મિત્ર બાલભદ્ર રહે અમદાવાદ વિરુદ્ધ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી આરોપી મયુર અરવિંદ પટેલ પિતા અરવિંદ બાબર પટેલ અને માતા શારદાબેન પટેલની ધરપકડ કરી પોલીસ મથકે લઈ જતા અરવિંદ પટેલ અને શારદાબેન પટેલની તબિયત લખવી પડતા તેઓને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યારે બેન હેતેશ્વરી પટેલ અને મિત્ર બલભદ્ર રહે અમદાવાદની ધરપકડ કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે.