Vishesh News »

સરીગામની કંપનીમાં રૂ. ૭ લાખના કોપર કીટની ચોરી પ્રકરણમાં ૫ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ સરીગામ જીઆઇડીસીની ઍન.આર. અગ્રવાલ કંપનીમાંથી કોપરની થયેલી ચોરીના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડવામાં તેમજ ચોરીનો ભેદ ઉકેલવામાં ભીલાડ પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઇ તારીખ ૦૨/૦૪/૨૦૨૪ના સરીગામ જીઆઇડીસીમાં આવેલ ઍન.આર. અગ્રવાલ ઇન્ડસ્ટીઝ લી. યુનીટ નંબર ૦૫ના ઍક્સપાંશન પ્રોજેકટ પેપર મશીનના ફસ્ટ ફલોર સેક્સન ડ્રાઇવ રૂમ તથા પલ્પમીલ ફસ્ટ ફલોર પ્ઘ્ઘ્ પેનલ રૂમમાંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ નંગ ૪૭ જેની કુલ કિ.રૂ. ૭,૦૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે અંગે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા ઉપર તથા આજુબાજુના રૂટ ઉપરના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ મેળવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્નામન રીસોર્સીસ આધારે તથા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઍન.આર. અગ્રવાલ ઇન્ડ્રસ્ટીઝ લી, યુનીટ નંબર ૦૫માંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ નંગ-૪૭ જેની કુલ કિ.રૂ. ૭,૦૫,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરનાર ઇસમો સરીગામ, બાયપાસ રોડ, મદુરા કંપનીની સામેની સાઇડે આવેલ સનસાઇન બિલ્ડિંગના બીજા માળે આવેલ રૂમ નંબર ૨૨મા છે. જ્યાં રેઇડ કરી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ચંદ્રપ્રકાશ ઉર્ફે બડોહી વિજય પ્રકાશ સિંહ, લક્ષ્મણ નન્હેલાલ પાલ, અજય જયનાથ સિંહ ગૃહરવાલ, મનોજકુમાર લલન બિન્દ્ર, તેમજ યાતેંદ્રા પ્રતાપ ઉર્ફે ઘનશ્યામ બેલરામ સિંહને ઝડપી પાડી તેના કબજામાં રહેલા ૭,૦૫,૦૦૦ ના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટના ૪૭ નંગ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આમ ઍન.આર. અગ્રવાલ કંપનીમાં થયેલી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં ભિલાડ પોલીસને મહત્વની સફળતા મળી છે.