Vishesh News »

ટુકવાડાની કોલકમાં ન્હાવા પડેલા વાપીના ૬ કિશોરો પૈકી ૧ લાપતા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૯ ઃ પારડી તાલુકાના ટૂકવાડાગામમાં આવેલ કોલક નદીમાં વાપીના છ મુસ્લિમ છોકરાઓ આજરોજ ન્હવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ પાંચ છોકરાઓને સ્થાનિક ટુકવાડાગામના રહીશોઍ બચાવી લીધા હતાં. જ્યારે ઍક છોકરો પાણીમાં ડૂબી ગયા બાદ મળી શક્યો નથી. જેની શોધખોદ શરૂ કરી દેવામાં આવી છે. વાપીમાં કબ્રસ્તાન રોડ પર આવેલ જનતા ઍપાર્ટમેન્ટમાં રહેતા નાના છોકરા ફરહીદ મુસ્તફા ઘાંચી, મોહમ્મદ કમલહુસેન, અરબાઝ ફિરોજખાન, મોહમ્મદજેદ સફીકઉલ્લા, સલીમ ખાન અબ્બુ મહોમ્મદ ખાન, ઈરફાન નિસાર ઈન્દ્રીસિ રહે. ઍપ્પલ પાર્ક, આઝાદ શટલ, કબ્રસ્તાન રોડ, વાપી ઍ કુલ છ છોકરા વેગમાન ગતિઍ જઈ રહેલા કોલક નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા અને વેગમાન પાણીમાં તણાઈ ગયા હતાં. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ના બ્રિજ પાસે ફસી ગયા હતા. ટૂકવાડાગામના સ્થાનિક લોકોને છોકરાઓની બૂમાબૂમ સંભળાતા શૈલેષભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને ટૂકવાડા પરિવારના રહેવાસી અલકેશભાઈ હળપતિ, વિજયભાઈ હળપતિ બંને સગા ભાઈઓ હોય બંનેને ફોન કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાંચ છોકરાઓનું રેસક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય ઍક છોકરો લાપતા થઈ જતા ઍની શોધખોળ કર્યા બાદ પણ મળી આવ્યો ન હતો. પારડી પોલીસ મથકના પી.ઍસ.આઇ. વસાવા સહિત કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતાં. પાંચ છોકરાઓનો બચાવ થયો છે જ્યારે ઍક છોકરો લાપતા છે. ઍની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પણ મોડી સાંજ સુધી છોકરો મળી શક્યો ન હતો વારંવાર કોલક નદીમાં વાપીના લોકો નહાવા માટે આવે છે અને અકસ્માતનો ભોગ બને છે. પાણીમાં તણાઈ જાય છે. નદીમાં હાલમાં ભારે વરસાદના કારણે પાણીનું સ્તર ઊંચું હોય જેથી નદીમાં નાહવાનું ટાળવા જોઈઍ આજે સમયસર સ્થાનિક લોકો જો પહોંચી નહીં જાય તો ખૂબ જ મોટી ઘટના બની જાય ઍવી સંભાવના હતી. હજી પણ ઍક છોકરો લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે.