Vishesh News »

મજીગામમાં રૂ. ૩.૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ ૩ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૪ ઃ ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલ નીલકંઠ દર્શન સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ચીખલી પોલીસે ઉકેલી કાઢી મજીગામ અને સમરોલી ગામના ત્રણ ચોરોને પકડી પાડી ગુનાની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નજીકના મજીગામ ખાતે આવેલ નીલકંઠ દર્શન સોસાયટીમાં ભાડાના ઘરમાં રહેતી ચૈતાલી સાગર રાઠોડના ઘરે તા. ૨૦-૩-૨૪ થી ૧-૪-૨૪ સુધીમાં કોઈ ચોરોઍ બંધ ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી ટીવી, ઍલઇડી લાઇટ, કેંગન વોટર મશીન ગેસનો સિલિન્ડર અને ટેબલ ફેન મળી કુલ રૂ.૩.૫૦. ૫૦૦ ની મતાની ચોરી કરી ગયા હતા જેમાં ચીખલી પોલીસે સાજન અશોક હળપતિ ઉ.વ. ૨૫ રહે મજીગામ કુવા ફળીયા, ર્હમિંન નાનુ પટેલ ઉ.વ. ૨૮ રહે. સમરોલી વાડી ફળીયા, નિલેશ મંગુ હળપતિ રહે. મજીગામ કુવા ફળીયાને પકડી પાડી તપાસ હાથ ધરતા પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલ આ ત્રણે ચોરોઍ ગુનાની કબુલાત કરી હતી અને પોલીસે ચોરીની તમામ ચીજ વસ્તુઓ કબજે કરી હતી. જે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પોસઇ ઍમ કે ગામીત કરી રહ્ના છે.