Vishesh News »

વલસાડ સ્ટેશને ટ્રેન અન્ય પ્લેટફોર્મ પર પહોîચી જવાના મુદ્દે તપાસ હાથ ધરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ ના બદલે ૬ ઉપર ગોરખપુર બાંદ્રા ટર્મિનલ ટ્રેન પહોંચી જતા મુસાફરમાં ભાગદોડ મચી જવાની ઘટનામાં આજરોજ મુંબઈ રેલવેની ટીમે વલસાડ રેલવે સ્ટેશને આવી નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં સ્ટેશન માસ્ટરે પ્લેટફોર્મ પાંચના બદલે છ નંબરનો સિગ્નલ દબાવી દીધો હોવાની કબુલાત કરતા સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ તથા અન્ય અધિકારીઓને ચાર્ટ સીટ આપવાની તજવીજ હાથ ધરતા રેલવે કર્મચારીઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ રેલ્વે સ્ટેશન પર બુધવારના રોજ સવારે ૧૧ઃ૧૫ કલાકે આવતી ગોરખપુર બાંદ્રા ટર્મિનલ ઍક્સ-ેસ ટ્રેન દસ મિનિટ મોડી પડી હતી. જે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર આવવાની જાહેરાત થતા ટ્રેનમાં મુસાફરો પ્લેટફોર્મ પાંચ પર પોતાનો સામાન લઈ પહોંચી ગયા હતા. જોકે તે પછી આ ટ્રેન પ્લેટફોર્મ ૫ ના બદલે પ્લેટફોર્મ વગરના છ નંબરના ટ્રેક પર જઈ ઉભી રહી હતી. જેના કારણે પ્લેટફોર્મ પાંચ પર ઉભેલા ટ્રેનના મુસાફરોઍ રેલ્વે પ્લેટફોર્મ કૂદી જીવના જોખમે રેલ્વે ટ્રેક પરથી દોફુ લગાવી રોંગ સાઈડથી ટ્રેનમાં ચડવાની ફરજ પડી હતી. જે અંગે વલસાડ રેલવે અધિકારીઓની મોટી ભૂલ હોવાના કારણે આજરોજ પડ્ઢિમ રેલવેના મુંબઈ વિભાગના અધિકારીઓ દોડી આવી ગોરખપુર બાંદ્રા ટર્મિનલ ટ્રેન પ્લેટફોર્મ પાંચના બદલે પ્લેટફોર્મ વગરના છ નંબરના ટ્રેક પર પહોંચી જવાના મામલે આજરોજ પડ્ઢિમ રેલવે અધિકારીઓની ટીમ વલસાડ આવી તપાસ હાથ ધરી હતી અને સ્ટેશન માસ્ટર, ટ્રેન ડ્રાઇવર, સિગ્નલ મેન સહિતનાં લાગતાં વળગતા રેલ્વે કર્મચારીઓનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તે સમયે ફરજ પર હાજર સ્ટેશન માસ્ટર રાજેશ શ્રીવાસ્તવે નિવેદનમાં જણાવ્યું કે ભુલથી પ્લેટફોર્મ નં.૫ની જગ્યાઍ પ્લેટફોર્મ નં.૬ થઈ ગયું હોવાની કબુલાત કરતા તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. અન્ય રેલવે અધિકારીઓને ચાર્ટ સીટ આપવાની તજવીજ હાથ ધરતા રેલવે કર્મચારીઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.