Vishesh News »

ડાંગમાં બે પુલો ૬૦ દિવસ માટે ભારે વાહનો માટે બંધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) આહવા, તા. ૦૪ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ-ધુડા-પિપલાઈદેવી રોડ ઉપર આવેલ ધુડા ગામનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે. ઍજ રીતે વઘઇ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરનો બ્રિજ પણ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ દસ ટન થી વધુના ભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. આ જાહેરનામુ તા.૨ ઍપ્રિલથી ૩૧ મે ૨૦૨૪ સુધી અમલમા રહેશે.