Vishesh News »

કપરાડાના માજી સરપંચ અને સેવાભાવી યુવાનનું હૃદયરોગથી મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૪ ઃ સ્વામી વિવેકાનંદજીનાં જીવન આદર્શને પોતાના જીવનમાં ઉતારી સફળતાની કેડી કંડારનાર કપરાડાના આશાસ્પદ યુવાન ૪૬ વર્ષીય મેઘરાજ ઘટકાનું આજે સવારે અચાનક હૃદય બંધ પડી જતા મૃત્યુ પામતા સમગ્ર કપરાડા તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવાનોના પથદર્શક સ્વામી વિવેકાનંદજીના જીવન આદર્શના પ્રચાર પ્રસારમાં અને તાલુકાની અનેકવિધ માનવહીતકારી સેવાકીય શૈક્ષણિક અને ખાસ કરીને રાજકીય પ્રવૃત્તિમાં જોડાયેલા ૪૬ વર્ષીય યુવાન મેઘરાજ ઘટકાઍ કપરાડા તાલુકાના વિકાસમાં પાયાનો ભાગ ભજવ્યો હતો. કોરોનાના કપરા કાળમાં પણ તાલુકાના દર્દીઓને જરૂરું તબીબી સેવા પહોંચાડવામાં મેઘરાજ ઘટકાનો સહયોગ ક્યારેય ભુલાશે નહીં, વળી રાજકીય કારકિર્દીમાં કપરાડા તાલુકાના સરપંચ તરીકે, ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે અને હાલમાં તાલુકા પંચાયતના સભ્ય તરીક સેવા આપી તાલુકાના વિકાસમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી ખુપેલાં રહ્ના હતા. રાજકીય રીતે અગ્રેસર રહી નાની મોટી સમસ્યાના ઉકેલમાં અને આદિવાસી વિસ્તારની પૂરક જરૂરીયાતો સંતોષવામાં મેઘરાજ ઘટકાના અચાનક મૃત્યુના સમાચાર ફેલાતા જ પંથકમાં શોકની લાગણી ફરી વળી હતી.