Vishesh News »

ચણોદથી ૩ માસથી ગુમ બાળ કિશોરને ઉત્તર પ્રદેશથી શોધી કાઢયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપીના ચણોદ વિસ્તારમાંથી ત્રણ માસ પહેલા ગુમ થયેલા બાળકિશોરને ડુંગરા પોલીસે ટેકનીકલ સોસ ના આધારે યુપીના મીરજાપુર ખાતેથી શોધી માતા-પિતા સાથે પૂનમ મિલન કરાવ્યું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી નજીકના ચણોદ કોલોનીના પાયોનીયર બેકરી સામે આવેલ દર્શન બિલ્ડિંગમાં રહેતા ઍક ઉત્તર ભારતીય પરિવારના સગીર વયનો પુત્ર તારીખ ૧૩-૧- ૨૦૨૪ના રોજ અચાનક ગુમ થઈ જતા આ અંગેની ફરિયાદ ડુંગરા પોલીસમાં તેમના પરિવાર દ્વારા કરાઈ હતી જેને ધ્યાને લઈ ડુંગરા પોલીસ મથકના પીઆઈ ઍસપી ગોહિલ પીઍસઆઇ આરવી ચુડાસમા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી ચણોદ તથા રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન મુખ્ય સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરી તેમ જ ટેકનિકલ સોસના આધારે આ ગુમ થયેલા બાળકિશોરને ઉત્તર પ્રદેશના મીરજાપુર જિલ્લાના અહરોરથી શોધી આ બાળકિશોરનું તેના વાપી ચણોદ ખાતે રહેતા માતા પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું જેને લઇ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.